ટ્રેન્ડિંગસ્પોર્ટસ

મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ જુલાઈમાં થશે શરૂ, 6 ટીમો ભાગ લેશે

Text To Speech

મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝન 2023માં રમવાની છે. પ્રથમ સિઝનમાં કુલ 6 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આમાં, ચાર ટીમોની માલિકી IPL ફ્રેન્ચાઈઝીની હશે. મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝન જુલાઈ 2023થી શરૂ થશે. IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ મેજર લીગ ક્રિકેટમાં કુલ ચાર ટીમો ધરાવે છે.

Major League Cricket
Major League Cricket

સિઝનની પ્રથમ મેચ 13 જુલાઈ 2023 ના રોજ ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાશે. આ પ્રથમ સિઝનમાં 18 દિવસમાં કુલ 19 મેચો રમાશે અને લીગની અંતિમ મેચ 30 જુલાઈએ રમાશે. KKR લીગમાં રોકાણ કરનાર પ્રથમ IPL ફ્રેન્ચાઇઝી હતી. KKR એ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી લોસ એન્જલસની ટીમને ખરીદી લીધી હતી. આ ઉપરાંત, મુંબઈ ફ્રેન્ચાઈઝીએ Microsoft CEO સત્ય નડેલા, ન્યૂ યોર્ક ફ્રેન્ચાઈઝી, ચેન્નાઈની ડલ્લાસ ફ્રેન્ચાઈઝી અને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી સાથે ભાગીદારીમાં સિએટલ ઓર્કાસ ખરીદ્યું છે.

આ છ ટીમોએ ટુર્નામેન્ટમાં લેશે ભાગ

  1. સિએટલ ઓર્કાસ
  2. MI ન્યૂ યોર્ક
  3. ટીમ ટેક્સાસ
  4. વોશિંગ્ટન ફ્રીડમ
  5. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન
  6. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ

લીગમાં ભાગ લેનારી તમામ ટીમો 9 સ્થાનિક ખેલાડીઓને ટીમનો ભાગ બનાવશે, બાકીના વિદેશી ખેલાડીઓ ટીમમાં સામેલ થશે.

ડ્રાફ્ટમાં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

લીગની પ્રથમ સિઝનના ડ્રાફ્ટમાં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. લીગની પ્રથમ સિઝન માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ક્રિકેટ લીગ દિવસેને દિવસે વધી રહી છે. T20 ક્રિકેટની પ્રથમ લીગ ભારતમાં IPL તરીકે શરૂ થઈ હતી, હવે વિશ્વમાં ઘણી લીગ રમાઈ રહી છે. જેમાં મેજર લીગ ક્રિકેટ પણ સામેલ છે.

Back to top button