ગુજરાતદક્ષિણ ગુજરાત

આતંકી મહિલાનો મોટો ખુલાસો; સુરતના હજારો લોકોના જીવ લેવાનો બનાવ્યો હતો માસ્ટર પ્લાન

ગત શુક્રવારે વહેલી સવારે ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKPના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એક મહિલા પણ સામેલ છે. જે બાદ પોલીસે આ આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે.

ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

શુક્રવારે મોડી રાત્રે ATSની ટીમ પોરબંદરમાં દરોડા પાડીને આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે ATSએ પોરબંદરથી પકડાયેલા આતંકી મામલે તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં સુરતની સુમેરાબાનુએ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. સુમેરાબાનુનો સુરતની ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે તેણે કેસ દરમિયાન કોર્ટની રેકી કરી હોવાનું સામે આવ્યું છે.સુમેરાબાનુ સુરતની કોર્ટમાં જજ તથા વકીલોની અવરજવર પર પણ રેકી કરી હતી. આ સાથે સુત્રોના જણાવ્યા મુજબ સુમેરાબાનુએ ગાંધીનગરમાં કમલમની પણ રેકી કરી હતી.

આતંકીઓ-humdekhengenews

 

સુમેરાબાનુએ કર્યો મોટો ઘટસ્ફોટ

સુમેરાબાનુએ ATSની તપાસમાં કબૂલાત કરી હતી જેને સાંભળીને ATS ના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. સુમેરાબાનુએ કબૂલ્યું કે ‘સર, હું સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલો કરવા તૈયાર હતી, અને કોર્ટમાં રેકી પણ કરી રાખી હતી.બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોતી હતી.’ત્યારે સુમેરાબાનુના આ ઘટસ્ફોટ પછી આતંકીઓને ગુજરાતમાં લોકલ સપોર્ટ કોનો હતો ? સુમેરાબાનુને કોણ મદદ કરતું હતું? શ્રીનગરથી આવેલા ISKPના ત્રણેય આતંકવાદીઓને પોરબંદર તેમજ ગુજરાતમાં કોણ સપોર્ટ કરવાનું હતુ આ તમામ વિગતો  જાણવા માટે એટીએસની સાથે હવે NIA અને રૉની ટીમ પણ જોડાઇ છે.

શ્રીનગરના ઝુબેરને 24 કલાકમાં જ  શોધી કાઢ્યો

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર અને સુરતમાં ગુજરાત એટીએસએ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ભારતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો હેન્ડલર શ્રીનગરનો ઝુબેરને વોન્ટેડ દર્શાવી તેની શોધખોળ શરૂ કરી હતી. અને ગુજરાત પોલીસે માત્ર 24 કલાકમાં જ શ્રીનગરમાંથી તેને શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. તેમજ ટૂંક સમયમાં જ ટ્રાન્ઝિટ વૉરન્ટ મેળવીને ગુજરાત લવાશે તેમ જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ શ્રીનગરમાં રહેતા ઝુબેર અહેમદ મુનશીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો ભારતમાં હેન્ડલર બે વર્ષથી કામગીરી કરી રહ્યા છે. તેમજ પોરબંદરમાંથી ઝડપાયેલા કાશ્મીરના ઉબેર નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ ત્રણેય છ મહિના કરતાં વધુ સમયથી ઝુબેર સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.  સુમેરા બાનુ વિશ્વભરમાં કુખ્યાત ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISની વિચારધારાથી પ્રભાવિત હતી. જેના કારણે તે ISISના જ સહયોગી સંગઠન ISKP સાથે જોડાઈ હતી.  સુમેરાબાનુને ઝુબેરે એક વર્ષ પહેલાં ISKPમાં જોડાઈ હતી.

 આ પણ વાંચો : બિપરજોય ચક્રવાત : સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ

Back to top button