ઉત્તરાખંડમાં ટનલની અંદર ભૂસ્ખલન થતા 40 મજૂરો ફસાયા
- હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી
- પોલીસ ફોર્સની સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
- ટીમ ટનલની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે
ઉત્તરાખંડ: (Uttarakhand) ઉત્તરકાશીમાં એક ટનલમાં (Tunnel) ભૂસ્ખલન થવાના કારણે દુર્ઘટના સર્જાઈ. સુરંગમાં 40 મજૂરો ફસાયા છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે માટે સિલ્ક્યારાથી દાંડલગામ સુધી એક ટનલ પણ બનાવવામાં આવી રહી છે.
માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટનલમાંથી કામદારોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અહેવાલો મુજબ, ટનલની અંદર 40 થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ (Uttarkashi) આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે કામદારોને બચાવવામાં આવી રહ્યા છે. SDRF અને સંબંધિત બચાવ ટીમોના પ્રયાસોથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે સ્થાનિક પોલીસની સાથે પાંચ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Uttarakhand: A part of the tunnel under construction from Silkyara to Dandalgaon in Uttarkashi, collapsed. DM and SP of Uttarkashi district are present at the spot. SDRF, and Police Revenue teams are also present at the spot for relief work. Rescue operations underway. pic.twitter.com/hxrGqxWrsO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 12, 2023
SDRF અને અન્ય બચાવ ટુકડીઓ સ્થળ પર હાજર છે
હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ફોર્સની સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માત રવિવારે સવારે 5:00 કલાકે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું. તે સમયે ત્યાં ઘણા મજૂરો કામ કરતા હતા.
આ ટનલ માર્ચ 2024 સુધીમાં તૈયાર થઈ જશે
ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી આ ટનલની લંબાઈ 4.5 કિલોમીટર થવાની છે, જેમાંથી ચાર કિલોમીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ ટનલ સપ્ટેમ્બર 2023માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો પરંતુ હવે તેને માર્ચ 2024 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. નવયુગ કંપની દ્વારા આ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ટનલની અંદર ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે
ઘટનાની માહિતી મળતા જ ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરીની કમાન સંભાળી હતી. સુરંગમાં કામદારો માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે.સુરંગની અંદર વધારાની ઓક્સિજન પાઇપ પણ પહોંચાડવામાં આવી છે, તમામ કામદારો સુરંગની અંદર સુરક્ષિત છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો, ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી, ભાજપ સાંસદ સાથે છેતરપિંડી