આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાની ટાઈગર ફોર્સ દ્વારા ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર, ગૃહ મંત્રાલયે આપ્યા તપાસના આદેશ

Text To Speech
  • આતંકવાદીઓ જેલમાં સજા કાપી રહેલા ખાલિસ્તાની આતંકવાદી કમલજીતના સંપર્કમાં
  • ગૃહ મંત્રાલયે NIAને તપાસનો આપ્યો આદેશ
  • કમલજીત વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી, 12 મે: ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યા છે. આ પાંચ આતંકવાદીઓ પંજાબની પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ખાલિસ્તાની આતંકવાદી કમલજીતના સંપર્કમાં હતા.

ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગૃહ મંત્રાલયે NIAને તપાસનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAએ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએઈમાં રહેતો બલજીત સિંહ ઉર્ફે બલજીત મૌર, ઓસ્ટ્રેલિયામાં રહેતો ગુરજંત સિંહ, કેનેડામાં રહેતો પ્રિન્સ ચૌહાણ, અમેરિકામાં રહેતો અમન પુરેવાલ અને પાકિસ્તાનનો બિલાલ મંશેર આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે.

પંજાબમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ

આ પાંચ આરોપીઓ ગેરકાયદેસર સંગઠન ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF) સાથે જોડાયેલા છે. આ પાંચેય ખાલિસ્તાની આતંકવાદી કમલજીત શર્માના સંપર્કમાં હતા, જે પંજાબની પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી કમલજીત આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઈરાદાથી KTF માટે જેલમાં બંધ કેદીઓની ભરતી કરવાનું કામ કરે છે. NIAના અન્ય 3 કેસમાં કમલજીત વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. આ તમામ આતંકવાદીઓ પંજાબમાં ખાલિસ્તાની નેટવર્કને મજબૂત કરવા, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પડાવવા અને ટાર્ગેટ કિલિંગ દ્વારા પંજાબમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા.

ગુપ્તચર એજન્સીને મળેલી માહિતી મુજબ આ નેટવર્ક બંબીહા ગેંગ સાથે પણ જોડાયેલું છે. પંજાબમાં ખાલિસ્તાની ટાઈગર ફોર્સ એટલે કે કેટીએફના નવા સભ્યોને પૈસા અને હથિયારો પૂરા પાડવા માટે બંબીહા ગેંગ જવાબદાર છે. આ જૂથ દ્વારા ખંડણી વડે એકત્ર કરાયેલા નાણાં હવાલા નેટવર્ક દ્વારા દેશની બહાર મોકલવામાં આવતા હતા અને ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતા હતા.

આ પણ વાંચો: તો સંબંધો સુધરશે નહીંઃ ચીન સાથે લદ્દાખ સરહદ વિવાદ અંગે વિદેશમંત્રી જયશંકરની સ્પષ્ટ વાત

Back to top button