શ્રાવણ નિમિત્તે સોમનાથ મંદિરમાં કરાયા મોટા બદલાવ, જાણો શું થયા ફેરફાર…
સોમનાથ મંદિર : ગુજરાતનું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આક્રમણ પહેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ અનોખો અને ભવ્ય હતો. 17 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણની શરૂઆત શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શંખ સર્કલથી સોમનાથ તરફનો માર્ગ વન-વે જાહેર કરાયો.ભક્તો માટે પાર્કિંગ થી મંદિર સુધી નિશુલ્ક વાહન વ્યવસ્થા, વૃદ્ધો માટે મંદિર પરિસરની અંદર ફ્રી-ગોલ્ફ કાર્ટ. ભારે માત્રામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા.ઉત્કૃષ્ટ પૂજન અનુભવ માટે સંકીર્તન ભવન ખાતે વિશેષ માળખું ઊભું કરવામાં આવ્યું.યાત્રીઓને સુવિધા માટે નિશુલ્ક ભોજનાલય ની કેપેસિટીનો વિસ્તાર કરવામાં આવ્યો.ભક્તો 21₹ બિલ્વ પૂજા ઓનલાઇન નોંધાવી પ્રસાદ ઘરે બેઠા મેળવી શકશે.
જાણો સોમવાર અને તહેવારોમાં મંદિરનો સમય
સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે શ્રાવણ મહિના દરમિયાન સામાન્ય દિવસોમાં સવારે 5:30થી રાત્રે 10 વાગ્યા સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રીઓને ઉત્તમ દર્શન અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ વખતે યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમો નું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે.શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.
તારીખ તિથિ દિવસ-તહેવાર
- 20/08/2023 શ્રાવણ સુદ ચોથ પ્રથમ રવિવાર
- 21/08/2023 શ્રાવણ સુદ પાંચમ પ્રથમ સોમવાર
- 27/08/2023 શ્રાવણ સુદ અગિયારસ દ્વિતીય રવિવાર
- 28/08/2023 શ્રાવણ સુદ બારસ દ્વિતીય સોમવાર
- 31/08/2023 શ્રાવણ સુદ પૂર્ણિમા રક્ષાબંધન
- 03/09/2023 શ્રાવણ વદ ચોથ તૃતીય રવિવાર
- 04/09/2023 શ્રાવણ વદ પાંચમ તૃતીય સોમવાર
- 07/09/2023 શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
- 10/09/2023 શ્રાવણ વદ અગિયારસ ચતુર્થ રવિવાર
- 11/09/2023 શ્રાવણ વદ બારસ ચતુર્થ સોમવાર
- 15/09/2023 શ્રાવણ વદ અમાસ
સોમનાથ મંદિર ની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ધો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટ ની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થા એ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સમાન કલોક રૂમમાં જમાં કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે, તેમજ આ લાઈનમાં જ નિશુલ્ક જૂતાઘર વ્યવસ્થા પણ છે.
મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેની કાળજી રાખી છે.આ ઉપરાંત નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર તથા શ્રી અહલ્યાબાઇ મંદિર સવારે 4-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
આ પણ વાંચો : Sawan 2023: શ્રાવણમાં નવ ગ્રહોની શાંતિ માટે કરો આ ખાસ ઉપાય
શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21₹માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશેસમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે.
આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છેશ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.
આ પણ વાંચો : શું તમે જાણો છો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે?