ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2025માં મોટા ફેરબદલની શક્યતા : આ દિગજ્જ ખેલાડીઓ ઉપર છે ચેન્નાઈની નજર

Text To Speech

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : IPL 2025 પહેલા યોજાનારી મેગા ઓક્શનને કારણે આ વખતે મોટો ફેરફાર થશે. ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાવાની છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, લખનૌ સુપર જાયન્ટ્સના કેએલ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના નામ પણ સામેલ થઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હરાજીમાં મોટો દાવ લગાવી શકે છે. ટીમ આ ત્રણેય ખેલાડીઓને કોઈપણ કિંમતે ખરીદવા ઈચ્છશે. પરંતુ ફ્રેન્ચાઇઝી કોને રિલીઝ કરે છે તે જોવાનું રહે છે. રિલીઝ અથવા રીટેન્શન અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

કે.એલ.રાહુલ

લખનૌના કેપ્ટન કેએલ રાહુલને મુક્ત કરી શકાય છે જો કે ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ આ અંગે સ્પષ્ટ કંઈ કહ્યું નથી. ગોએન્કા ગત સિઝનમાં ટીમના પ્રદર્શનથી નિરાશ થયા હતા. તેથી શક્ય છે કે રાહુલને સુકાનીપદેથી હટાવી દેવામાં આવે. જો તેઓ રિલીઝ થાય તો CSK હરાજીમાં દાવ લગાવી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ ચેન્નાઈને એક મજબૂત વિકેટકીપર બેટ્સમેન મળશે. જો કે હાલમાં રુતુરાજ ગાયકવાડ ટીમની જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ જૂઓ: રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ : ભારત વિરોધી ઇલ્હાન ઓમર સાથે મુલાકાત કરતા ભાજપે આડેહાથ લીધા

રિષભ પંત

દિલ્હી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને છોડી શકે છે. જો તેને મુક્ત કરવામાં આવે તો CSK હરાજીમાં દાવ લગાવી શકે છે. ટીમ ધોની બાદ મજબૂત વિકેટકીપર બેટ્સમેનની શોધમાં રહેશે. રાહુલની સાથે પંત પણ સારો વિકલ્પ બની શકે છે. પંત યુવાન છે અને તેણે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેની પાસે કેપ્ટનશિપની ક્ષમતા પણ છે.

રોહિત શર્મા

આ વખતે રોહિત શર્માની સૌથી વધુ ચર્ચા થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને જાણ કર્યા વિના જ તેને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. હવે તે ટીમ છોડી શકે છે. રોહિત પણ તેનાથી ખુશ નહોતો. જો રોહિત હરાજીમાં આવે છે તો તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. દરેક ટીમ રોહિતને ખરીદવા માંગે છે. CSK પણ આ યાદીમાં છે.

Back to top button