

એકબાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગમાં બદલીઓનો દૌર ચાલી રહ્યો છે. પોલીસ વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય તમામ જગ્યાએ હાલમાં બદલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી શિક્ષણ બેડામાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વ.શા) સંવર્ગમાં કેટલાક અધિકારીઓની તાત્કાલિક અસરથી કરવામાં આવી છે.




મળતી માહિતી મુજબ ઉપરર્યુક્ત 26 અધિકારીઓની બદલી કરવામા આવી છે. જેની ગુજરાત સરકાર દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે. આ પહેલા પણ પોલીસ વિભાગમાં પણ મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે હવે શિક્ષણ બેડા પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી