ગુજરાતમાં GST વિભાગમાં મોટાપાયે ફેરફાર, 76 અધીકારીઓની બદલી
છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં તમામ વિભાગમાં બદલીઓ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ બાદ હવે જીએસટી વિભાગમાં પણ મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 76 GST અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે.
રાજ્યના 20 જિલ્લાઓના 76 GST અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદના 18,સુરત 12,વડોદરા 8,ગાંધીધામ 5,ગાંધીનગર 6,મહેસાણા 6, રાજકોટ 3, આંખલેશ્વર 2 કડી,કલોલ,ઉપલેટા, દાહોદ, ડીસા, નડિયાદ,ઊંઝા, પાલનપુર,ગોધરા, વાપી,,નવસારી,જૂનાગઢના એક એક અધિકારીની બદલી કરવામાં આવી અને ભાવનગરના 4 અધિકારીની બદલી કરવામાં આવી છે.
ભાવનાગર GST સહાય રાજ્ય વેરા કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કે. જે. ગેલોત ,એન.એ. પંડ્યાને નાયબ રાજ્યવેરા કચેરી ભાવનગર ખાતે મોબાઈલ સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે જ્યારે એમ.એમ.પંડ્યાની ગાંધીધામ ખાતે મોબાઈલ સ્ક્વોડમાં તેમજ ભાવનગર નાયબ રાજ્યવેરા કચેરીમાં મોબાઈલ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડી.કે.રબારીને સહાય રાજ્યવેરા ડીસા ખાતે બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખેડૂતો આનંદો ! ઉનાળામાં પાક વાવેતર માટે વધારાનું પાણી મળશે