ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીધામમાં CBI ની મોટી કાર્યવાહી, CGSTના સહાયક કમિશનરને ત્યાં દરોડા

Text To Speech

ગાંધીધામમાં CBI એ અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપો પર CGSTના સહાયક કમિશનર મહેશ ચૌધરી અને તેમની પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ દરમિયાન રૂ. 42 લાખ રોકડ વસૂલ કરી છે.

આ પણ વાંચો : અંબાજી : શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે યોજાશે અલૌકિક ભવ્ય ચામર યાત્રા
CBI - HumdekhengenewsCBI એ 08/02/2023 ના રોજ મદદનીશ કમિશનર મહેશ ચૌધરી, CGST, ગાંધીધામ અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના આરોપો પર કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓએ 2017 થી 2021 ના સમયગાળા દરમિયાન તેમના નામ અને પરિવારના સભ્યોના નામે જંગી રોકડ, બેંક બેલેન્સ, જંગમ અને સ્થાવર મિલકતોના રૂપમાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી, જે આસપાસના સૂરથી અપ્રમાણસર હતી. તેમની પાસે તમામ મિલકત ભેગી કરીને આશરે રૂ.3,71,12,499/- જેટલી હતી અને હજુ પણ CBI નું સર્ચ ઓપરેશન પત્યું નથી, CBI હજુ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : ડેનમાર્કથી આવેલ વિદેશી મહેમાનોએ ગુજરાતની આંગણવાડીની મુલાકાત લીધી, પછી બન્યું ખાસ
CBI - Humdekhengenewsઆજે ગુજરાત અને રાજસ્થાનમાં અડધો ડઝનથી વધુ સ્થળોએ CBI  દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેશ ચૌધરી પાસેથી રોકડ રૂ. 42 લાખ; વિદેશી ચલણ; જ્વેલરી; મોંઘી ઘડિયાળો અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ હાલ CBI એ જપ્ત કરી છે અને હજુ પણ તેમની કાર્યવાહી ચાલુ છે ત્યારે હજુ પણ કેટલાક મોત ખુલાસા થાય તેવી શંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ GST ના અધિકારીઓ પકડાઈ ચૂક્યા છે અને હજુ હમણાં જ એક GST અધિકારીનો વચેટિયો લાંચ લેતા ACB માં ઝડપાયો છે ત્યારે હવે GST વિભાગમાં ક્યાંક ભ્રષ્ટાચારની ઉધઈ ધીમે ધીમે પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Back to top button