ટોપ ન્યૂઝનેશનલ

મધ્યપ્રદેશના મોરેનામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ

Text To Speech

મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના બામોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જેતપુરા ગામમાં બે માળની ઇમારતમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં કાટમાળ નીચે અડધો ડઝન લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પ્રશાસન અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે.

મળતી માહિતી મુજબ બામોર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુરા ગામમાં બે માળના મકાનમાં આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. અચાનક થયેલા વિસ્ફોટને કારણે આખું ઘર લપેટમાં આવી ગયું હતું, જેમાં ચાર લોકોના મોત થયા છે અને અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળમાંથી બચાવી લેવામાં આવેલા ચાર લોકોને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર રાહત કાર્યમાં વ્યસ્ત

ઘટનાની જાણકારી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. સ્થળ પર જેસીબી દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ કાટમાળમાં અડધો ડઝન લોકો અને કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. આ પ્રસંગે એસપી આશુતોષ બાગરી અને એસડીઓપી અને ટીઆઈ વીરેન્દ્ર કુશવાહા પણ હાજર છે.

આ પણ વાંચો : PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, SOU ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફનું કર્યું લૉન્ચિંગ

Back to top button