જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી; 5 વિદેશી આતંકી ઠાર
કુપવાડા: જમ્મુ-કાશ્મીર ના કુપવાડામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. સેનાએ એક ઓપરેશન દરમિયાન 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યો છે. સેનાને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે 5 આતંકીવાદીઓ છુપાયા છે અને ત્યારબાદ સેનાએ પોલીસ સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જે દરમિયાન સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીર : LOC પાસે સેનાની મોટી કાર્યવાહી
જણાવી દઈએ કે કુપવાડા જિલ્લામાં એલઓસીની નજીક પાંચ આતંકીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. તે પછી સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને અચાનક આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી અને 5 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સેનાએ પાંચ વિદેશ આતંકીઓને કર્યા ઠાર
પોલીસે જણાવ્યું કે સુરક્ષાદળોની કાર્યવાહીમાં 5 વિદેશી આતંકવાદી માર્યા ગયા છે. જોકે, અત્યાર સુધી માર્યા ગયેલા આતંકવાદીઓના નામ અને જાણકારી સામે આવી નથી. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં પાંચ આતંકી માર્યા ગયા છે. અન્ય આતંકવાદીઓ છૂપાયા હોવાની શક્યતાને જોતા સેનાએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યો છે. એલઓસી પાસે કુપવાડા જિલ્લાના જુમાગુંડા વિસ્તારમાં સેનાએ આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો- બિપરજોય: ગુજરાતમાં વાવાઝોડાઓનો શું છે ઇતિહાસ?
ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા જ સુરક્ષાદળોએ એલઓસી પાસે આવેલા મચ્છલ સેક્ટરમાં મોટી કાર્યવાહી કરી હતી. અસલમાં મચ્છલ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા પછી તેમના પાસેથી મોટી માત્રામાં હથિયારો અને અન્ય ચીજો મળી આવી હતી.
મંગળવારે સવારે ડોબાનાડ વિસ્તારમાં સુરક્ષાદળઓએ ઘૂસણખોરોને દેખ્યા અને તેમને આત્મસમર્પણ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, આતંકીઓએ સેના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ સામે ફાયરિંગ શરૂ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ હતી. લગભગ ત્રણ કલાક પછી આતંકીઓ તરફથી ગોળીઓ ચલાવવાનું બંધ થઈ ગયું અને પછી સુરક્ષાદળોને આતંકીઓના મૃતદેહ મળ્યા. આ ઘટના પછી સેના સક્રિય થઈ ગઈ હતી કેમ કે તેને આશંકા હતી કે અન્ય આતંકવાદીઓ પણ છૂપાયા હોઇ શકે છે.
આ પણ વાંચો- આજે બિપરજોય વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે: હવામાન વિભાગની આગાહી