ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ અગ્નિકાંડને લઈ મોટી કાર્યવાહી, 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા

Text To Speech
  • માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરાયા
  • બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ થયા
  • મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. તેમાં માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે. તથા બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે. તેમજ
મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ સસ્પેન્ડ થયા છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવકોને લગ્ને લગ્ને કુંવારા રાખતી લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ

કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા તથા તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ.કોઠિયા સસ્પેન્ડ

બે પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરોનો સમાવેશ થાય છે. જેમાં કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા તથા તત્કાલીન મદદનીશ ઈજનેર પારસ.કોઠિયા અને બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે તેમાં PI વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડ તથા મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસરમાં આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી તથા આસિ. એન્જિનિયર જયદીપ ચૌધરી સસ્પેન્ડ કરાયા છે.

સમગ્ર ઘટનાને લઈ રાજય સરકાર દ્રારા SITની નિમણુંક કરવામાં આવી

સમગ્ર ઘટનાને લઈ રાજય સરકાર દ્રારા SITની નિમણુંક કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ IPS સુભાષ ત્રિવેદી છે,ત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ગત રાત્રે SITની ટીમ દ્રારા રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરવામાં આવી છે.તો તપાસ બાદ અનેક ખુલાસાઓ થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે. 25 મે 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નિકળતાં 27થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે.

ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે

રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે.

Back to top button