સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે. લઠ્ઠાકાંડ મામલે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે. તો અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરાઈ છે. તેમજ બોટાદ અને ધોળકાના DySPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિસ્થિતિને જોતાં તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે. તેમજ સામાન્ય જનતામાં પણ ગૃહમંત્રીના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે.
97 લોકો હજુ સારવાર હેઠળ: હર્ષ સંઘવી
લઠ્ઠાકાંડની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.
લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57ના મોત
ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો.
ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.