કેનેડા-યુએસ બોર્ડર પર અમેરિકા જતા સમયે માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી પતિ-પત્ની અને તેના બે બાળકોના મોત નીપજ્યા હતા. આ ચારેય મૃતકો ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડિંગુચા ગામના હોવાની ભારતીય હાઈ કમિશન દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરાઈ હતી. આ સાથે આ ચારેય મૃતકોના મૃતદેહને ભારત પરત નહિ લાવવામાં આવે અને કેનેડામાં જ તેમની અંતિમ વિધિ કરાશે તેવો ર્નિણય તેમના પરિવાર દ્વારા લેવાયો હતો. જેમાં ગાંધીનગરના ડિંગુચા ગામના પરિવારના સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહોત્સવ બાદ ભવ્ય સ્પર્શ મહોત્સવ શરૂ, જાણો સમગ્ર માહિતી
ભાવેશ અને યોગેશ નામના આરોપીની ધરપકડ કરાઇ
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તથા ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં 5 એજન્ટ્સ સામે ફરિયાદ નોંધી છે. જેમાં ભાવેશ અને યોગેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. અમદાવાદ અને કલોલના આ એજન્ટો છે. તથા અન્ય બે ફરાર એજન્ટની શોધ ચાલુ છે. તેઓ રૂપિયા 60 થી 65 લાખમાં ડિલ કરતા હતા.
આ પણ વાંચો: પાવાગઢ જતા ભક્તજનો માટે ખાસ સમાચાર, રોપ-વે સેવા આ તારીખ સુઘી રહેશે બંધ
ભાડજના એક ઘરમાં બોબી પટેલ જોવા મળ્યો
કથિત રીતે તે પોતાના બીમાર સાથીદારને મળવા આવ્યો હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, રાજ્યની મોનિટરિંગ સેલની એક ટીમ જે શહેરમાં જુગાર અને દારુના વેપલાની ગતિવિધિ પર નજર રાખી રહી છે તેમને બાતમી મળી હતી કે, ભાડજના એક ઘરમાં બોબી પટેલ જોવા મળ્યો છે. જે બાદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી ગઈ અને તેની ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું, ભરત પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, કિડની વેચીને નાણાં વસુલીની ધમકી
અમદાવાદ-મુંબઈની પાસપોર્ટ ઓફિસોમાંથી પણ તેણે પાસપોર્ટ બનાવડાવ્યા
તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા. અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોની પાસપોર્ટ ઓફિસોમાંથી પણ તેણે પાસપોર્ટ બનાવડાવ્યા છે. તેણે દેશમાં પ્રવેશવા અને ત્યાંથી નીકળવા માટે આ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.