ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાખંડના રૂરકીમાં ઈંટના ભઠ્ઠામાં મોટી દુર્ઘટના, પાંચ શ્રમિકોના મૃત્યુ

Text To Speech
  • રૂરકીમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ પડી જતા કાટમાળ નીચે અનેક શ્રમિકો દટાયા
  • કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવા રાહત અને બચાવની કામગીરી શરૂ

રૂરકી, 26 ડિસેમ્બર : ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં રૂરકીના મેંગલોરના લહબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં પાંચ શ્રમિકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, લહબોલી ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો દિવાલ ધરાશાયી થતાં દટાઈ ગયા હતા. કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવા રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.

અચાનક દીવાલ ધરાશાયી થતાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા

મળતી માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા. તે જ સમયે ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી અને કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. હાલમાં JCB વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે.

જેસીબીની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

હાલ જેસીબી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. SP દેહાત સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મેંગ્લોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રદીપ બિષ્ટે જણાવ્યું કે, અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મજૂરોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ મજૂરો લહાબોલી ગામના હતા, એક શ્રમિક મુઝફ્ફરનગરનો અને બીજો સ્થાનિક ગામનો હતો.

આ પણ જુઓ :ઈન્ડોનેશિયાની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 13 શ્રમિકો મૃત્યુને ભેટ્યા

Back to top button