તેલંગાણામાં મોટી દુર્ઘટના: સુરંગમાં છતનો ભાગ ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા


તેલંગાણા, 22 ફેબ્રુઆરી: 2025: તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે સવારે SLBC (શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ) ટનલ પ્રોજેક્ટનો એક ભાગ તૂટી પડ્યો. જેમાં 6 મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત ટનલના પ્રવેશ બિંદુથી 14 કિમી અંદર થયો હતો. જોકે, શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
તેલંગાણામાં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો છે, જેના કારણે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. છતનો લગભગ ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. ટનલનું કામ લાંબા સમયથી અટકેલું હતું. ચાર દિવસ પહેલા જ ફરી કામ શરૂ થયું હતું.
તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો છે, જેના કારણે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સમયે 50 કામદારો ઘટનાસ્થળે હાજર હતા. તેમાંથી 43 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સંખ્યા જણાવ્યા વિના કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો..મહાકુંભમાં મહારેકોર્ડ: 60 કરોડ લોકોએ કર્યું પવિત્ર સ્નાન