

દશેરાના પાવન પર્વ પર સુરતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જી હાં સુરતમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 9 જેટલા મજૂરો નીચે પટકાયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના સુરત શહેરના ભટારમાં આવેલા શાંતિવન મિલમાં બની છે. જેમાં અચાનક લિફ્ટ તુટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. બીજા માળેથી એકાએક લિફ્ટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં કેટલાકને ફ્રેક્ચર થયા છે તો કેટલાકને કમરમાં ઈજા થઈ છે. હાલમાં ક્યાં કારણોસર દુર્ઘટના સર્જાઈ હતી તેની માહિતી પ્રાપ્ત નથી થઈ. હાલ તમામ લોકોની સારવાર સિવીલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો : રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા 2નાં મોત, 2 સારવાર હેઠળ