બેરોજગાર પતિને પત્નીએ ભરણપોષણ આપવું: બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
- બોમ્બે હાઈકોર્ટ દ્વારા પરંપરાગત કાનૂની માન્યતાને પડકારતો આદેશ આપવામાં આવ્યો
મુંબઈ, 11 એપ્રિલ: બોમ્બે હાઈકોર્ટે એક અભૂતપૂર્વ નિર્ણયમાં પત્નીને તેના બેરોજગાર પતિને 10,000 રૂપિયા માસિક ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ નિર્ણય પરંપરાગત કાનૂની માન્યતાને પડકારે છે, જ્યાં પતિને સામાન્ય રીતે પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે ત્યારે હાઇકોર્ટે પત્નીએ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી પત્ની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી આ અરજીના જવાબમાં હાઈકોર્ટનો આ આદેશ આવ્યો છે. અહેવાલ મુજબ, કોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 24નો ઉલ્લેખ કર્યો છે, જેમાં “પતિ/પત્ની” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પતિ-પત્ની બંને સામેલ છે.
Bombay High Court Orders Wife to Pay Maintenance to Unemployed Husband https://t.co/D6TJh3VJog
— LawTrend (@law_trend) April 11, 2024
કોઈ પક્ષ પોતાને જાળવવામાં અસમર્થ હોય, તો તે બીજા પક્ષ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે
તેથી, વૈવાહિક વિવાદની કાર્યવાહી દરમિયાન, જો કોઈ પક્ષ(પતિ\પત્ની) પોતે કમાવવા અસમર્થ હોય, તો તે બીજા પક્ષ(પતિ\પત્ની) પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. આ કિસ્સામાં, પત્નીને તેના બેરોજગાર પતિને ભરણપોષણ ચૂકવવાનો પ્રારંભિક આદેશ કલ્યાણની એક અદાલત દ્વારા 13 માર્ચ, 2020ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ સૂચનાને પડકારતાં પત્નીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે.
પત્નીએ નોકરીમાંથી રાજીનામું તેમજ હોમ લોનના હપ્તા ભરવાનો બોજ અને સગીર બાળકના ઉછેરનું કારણ આપીને ભરણપોષણ ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હતી. તેનાથી વિપરિત, પતિના વકીલે તેની આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના પત્નીની આ ખર્ચાઓ સહન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ શર્મિલા દેશમુખે બંને પક્ષોને સાંભળ્યા બાદ નીચલી અદાલતની દલીલ સાથે સહમત થયા કે જો પત્ની ખરેખર લોનની ચુકવણી અને બાળકોની સંભાળની જવાબદારી લેતી હોય તો તેણે તેની આવકનો સ્ત્રોત જાહેર કરવો પડશે. જે તે કરવામાં નિષ્ફળ રહી હતી. જેથી, કોર્ટે પત્નીને તેના બેરોજગાર પતિને દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ જુઓ: રાજસ્થાનના આ ગામને જાપાન સાથે શું કનેક્શન? 1800 મતદારો અને ઈકિગાઈ રહસ્ય