ટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટી

8 વર્ષથી પેશાબથી લોટ બાંધતી હતી આ કામવાળી, જાણો કેવી રીતે રહસ્ય ખૂલ્યું?

ઉત્તર પ્રદેશ, 16 ઓકટોબર :    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરની કામવાળી બાઈ છેલ્લા 8 વર્ષથી એક ઘરમાં કામ કરતી હતી. તે તેના માલિકના પરિવાર માટે બનાવેલા ખોરાકમાં પેશાબ ભેળવી દેતી હતી. ધીરે ધીરે આખો પરિવાર બીમાર થવા લાગ્યો. આ ઘૃણાસ્પદ કૃત્ય ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે માલિકે તેના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવ્યા, જેણે આ કૃત્ય કેદ કર્યું.

ગાઝિયાબાદના થાણા ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારની એક સોસાયટીમાં રહેતા એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને તેનો પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર રીતે બીમાર હતા. પરિવારના સભ્યો પેટ અને લીવરની બીમારીથી પીડાતા હતા. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે આ એક સામાન્ય ચેપ છે અને ડોક્ટરો દ્વારા તેનો ઈલાજ કરાવ્યો, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.

જ્યારે તેમની તબિયત સતત બગડતી રહી, ત્યારે તેમને શંકા હતી કે તેની ખાવાની આદતોમાં કંઈક ખોટું છે. આ પછી, પરિવારના સભ્યોએ તેમના રસોડામાં અને અન્ય ભાગોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા, જેથી ભોજનની તૈયારીઓ પર નજર રાખી શકાય. આ પછી, CCTV ફૂટેજમાં જે જોવા મળ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક અને હેરાન કરનારું હતું. ઘરમાં કામ કરતી નોકરાણી રીના રાંધતી વખતે ભોજનમાં પેશાબ ભેળવી રહી હતી. આ ઘૃણાસ્પદ કૃત્ય જોઈને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

પીડિતાના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કામવાળી બાઈ છેલ્લા 8 વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી હતી. ઘણા સમયથી નોકરાણી દ્વારા આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે થોડા મહિનાઓથી પરિવારના સભ્યો લિવરની બીમારીથી પીડાવા લાગ્યા હતા. શરૂઆતમાં તેને ઈન્ફેક્શન લાગતા મેં ડોક્ટરની સલાહ લીધી, પણ રાહત ન મળી.

સમગ્ર મામલે DCPએ શું કહ્યું?

આ પછી, થોડા સમય પહેલા, ઘર અને રસોડામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના ફૂટેજમાં કામવાળી રસોડામાં એક વાસણમાં પેશાબ કરી એની મદદથી ખોરાક રાંધતી જોવા મળી હતી, ત્યારબાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ડીસીપી સુરેન્દ્ર નાથ તિવારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી કામવાળી રીનાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમિત શાહની હાજરીમાં હરિયાણાના મુખ્યમંત્રીપદ માટે નાયબ સિંહ સૈનીના નામની જાહેરાત

Back to top button