ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનની મહવીસને એક પરણીત હિન્દુસ્તાનીથી થઈ ગયો પ્રેમ, આવી ગઈ સરહદ પાર કરીને ભારત

  • પાકિસ્તાનની એક યુવતીને ચુરુના એક યુવકથી થઈ ગયો પ્રેમ. બંનેએ પહેલા વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓએ સાઉદી અરેબિયાના મક્કામાં કર્યા નિકાહ. બંનેએ નિકાહ પછીની રીલ સોશિયલ મીડિયા પર કરી હતી શેર

રાજસ્થાન, 27 જુલાઈ: પાકિસ્તાનની એક યુવતીને ચુરુના એક યુવકથી પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ થતાની સાથે જ બંનેએ પહેલા વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓએ સાઉદી અરેબિયાના મક્કામાં નિકાહ કરી લીધા હતા. બંનેએ લગ્ન પછીની રીલ પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. યુવતી 45 દિવસના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી છે. હવે મહવીસ ચુરુ જિલ્લાના પીથીસર ગામમાં પહોંચી ગઈ છે. આ માહિતી મળતાં જ ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. પાકિસ્તાનથી આવેલી યુવતી રાજસ્થાનના ચુરુ જિલ્લાના પીથીસર ગામમાં પહોંચી હતી. મહવીશ નામની આ છોકરી ગામમાં પહોંચતા જ હોબાળો મચી ગયો હતો. યુવતીની ઉંમર 25 વર્ષ હોવાનું કહેવાય છે. ચુરુના તેના પ્રેમીનું નામ રહેમાન છે.

પરણીત યુવકના પ્રેમમાં પડી પાકિસ્તાની યુવતી

પાકિસ્તાની યુવતી મહવીશ જે યુવકના પ્રેમને પામવા માટે ભારત આવી છે તે યુવક હાલમાં કુવૈતમાં કામ કરે છે અને તે પહેલેથી જ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. સરપંચ જંગ શેરખાન અટારી બોર્ડરથી પાકિસ્તાની યુવતીને લઈને આવ્યા છે. પોલીસને માહિતી મળતાં તે એક્શનમાં આવી ગઈ હતી અને હાલ પોલીસ મહિલાની તપાસ કરી રહી છે.

રહેમાનની પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

જ્યારે રહેમાનની પત્ની ફરીદાને મહવીસ વિશે ખબર પડી તો તે સીધી પોલીસ સ્ટેશન ગઈ. ફરીદાએ આ પાકિસ્તાની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરીદા કહે છે કે તે જાસૂસ પણ હોઈ શકે છે. તેથી તેની તપાસ થવી જોઈએ. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે રહેમાનથી કાયદાકીય રીતે છૂટાછેડા લેવામાં આવશે નહીં અને બીજા લગ્નની પરવાનગી પણ નહીં મળે. ફરીદાનું કહેવું છે કે તે કાનૂની લડાઈ લડશે. તેની સાથે ખોટું થયું છે.

અગાઉ સીમા હૈદર પણ પાકિસ્તાન છોડને પહોંચી હતી ભારત

ઉલ્લેખનીય છે કે આ પહેલા સચિનના પ્રેમમાં પાગલ બનેલી સીમા હૈદર પાકિસ્તાનથી ભારત પહોંચી હતી. તે પછી મહવીસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીમા હૈદર 13 મેના રોજ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. આ પછી તે ગ્રેટર નોઈડાના રાબુપુરા શહેરમાં આવીને રહેવા લાગી હતી. સીમા પર પાકિસ્તાની એજન્ટ હોવાના સતત આક્ષેપો થતા રહ્યા છે. કહેવાય છે કે ગ્રેટર નોઈડા આવતા પહેલા તે પાકિસ્તાનથી દુબઈ ગઈ હતી અને ત્યાંથી નેપાળ આવી હતી.

આ પણ વાંચો: ગજબની લૂંટેરી દુલ્હન! 7મી વાર છૂટાછેડા માટે કોર્ટ પહોંચી, દર વખતે 498a હેઠળ કર્યો કેસ

Back to top button