ગુજરાત

મહુડીની ઘટના ફક્ત જૈન સમાજ જ નહીં પરંતુ સંપૂર્ણ ધર્મ સમાજ માટે કલંકિત : હાર્દિક હુંડીયા

Text To Speech
  • નિલેશ મહેતા અને સુનિલ મહેતા ઝડપાયા
  • બંને ટ્રસ્ટીઓએ 45 લાખની કરી હતી ચોરી
  • સીસીટીવી ફૂટેજના આધારે કરાઈ હતી ધરપકડ

સમસ્ત જૈન સમાજની સાથે સાથે ધર્મ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા મહુડી તીર્થ સ્થળમાં આ તીર્થનાં ટ્રસ્ટી જ ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. આ ઘટના વાયુવેગે પ્રસરી ગઇ છે અને પ્રત્યેક ભક્ત આ નિંદનીય ઘટનાને શર્મસાર ઘટના ગણાવી રહ્યા છે. જૈન સમાજના અગ્રણી અને સાચી વાતને સમાજની સામે નિષ્પક્ષ અને તટસ્થ રૂપે રજૂ કરનાર વરિષ્ઠ કલમપ્રહરી હાર્દિક હુંડીયાએ મહુડી તીર્થસ્થાનમાં ટ્રસ્ટીઓ દ્વારા કરેલી ચોરીની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

શું કહ્યું હતું હાર્દિક હુંડિયાએ ?

તેઓએ જણાવ્યું હતું કે જન જનના આસ્થાનું કેન્દ્ર મહુડી તીર્થ સ્થળ એ જૈન સમાજની સાથે સાથે સમગ્ર ધર્મ સમાજ માટે ખુબ જ આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભક્તો પોતાની મનવાંછિત મનોકામના પૂર્ણ થયા બાદ ભગવાનને ભેટ સોગાદ ધરાવતા હોય છે. આટલા મોટા તીર્થ સ્થાનની દેખરેખ માટે ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવે છે. જેથી કરીને આ સ્થળની દેખરેખ તથા હિસાબની સાર સંભાળ રાખવામાં સરળતા રહે પરંતુ જે ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મુકવામાં આવે તે જ ટ્રસ્ટી આ તીર્થની દાન પેટીમાંથી ચોરી કરે તે ખરેખર બહુ જ નિંદનીય કૃત્ય ગણવામાં આવે. જે માટે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ.

45 લાખની ચોરી કરતા ઝડપાયા હતા બે ટ્રસ્ટી

હાર્દિક હુંડીયાએ વધુમાં જણાવ્યું કે મહુડી તીર્થના ટ્રસ્ટમાં આશરે 45 લાખના સોનાના વરખ અને સોનાની ચેઈનની ચોરી કરતા નિલેશ મહેતા તથા સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. જૈન અગ્રણી હાર્દિકભાઈ એ જણાવ્યું કે મહુડી જૈન તીર્થના જ આ ટ્રસ્ટી દ્વારા આ રીતે ચોરી કરતા પકડાઇ જાય તે ખરેખર શર્મજનક ઘટના છે જે અક્ષમ્ય છે. મહુડીના સમગ્ર દેવી દેવતા ઉપર લોકોની અપાર આસ્થા છે. લોકો પોતાની મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય તે બદલ અહી ભેટસોગાદો ધરાવે છે આવા પવિત્ર યાત્રાધામના જ ટ્રસ્ટી જ જો ચોરી કરતા હોય તો વિશ્વાસ કોની ઉપર મુકવો…!!

Back to top button