ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અસદના એન્કાઉન્ટર પર મહુઆ મોઈત્રા અકળાઈ, યોગીરાજને કહ્યું ‘જંગલ રાજ’ !

Text To Speech

UP STFએ ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. તેની સાથે અન્ય એક શૂટર ગુલામ મોહમ્મદ પણ માર્યો ગયો છે. આ બંને આરોપીઓ ઉમેશ પાલ હત્યા કેસના આરોપી હતા. એન્કાઉન્ટર બાદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ STF ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ, વિપક્ષના નેતા અને TMC સાંસદ મહુઆ મોઇત્રાએ અસદના પુત્રના એન્કાઉન્ટર પર યુપી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ એન્કાઉન્ટરને સંપૂર્ણ અરાજકતા ગણાવી છે.

શું કહ્યું મહુઆ મોઈત્રાએ ?

મહુઆ મોઈત્રાએ ટ્વિટ કર્યું કે મને આશ્ચર્ય નથી. તે સંપૂર્ણ અરાજકતા છે. આ એક પ્રકારનું કલ્ચર છે કે જંગલરાજ. જ્યારે તમારી પાસે આવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હોય જે કહે કે, ગાડી પલટી શકે છે, જો તમે તેને ઠાર કરી દો તો આવી ઘટનાઓ ગમે ત્યારે બની શકે છે. બીજી તરફ એન્કાઉન્ટર પર અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે એન્કાઉન્ટર કરવું એ કોઈ પણ રીતે ન્યાય નથી.

CM યોગીએ શું કહ્યું?

અસદ અને ગુલામના એન્કાઉન્ટર પછી, સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી. આ સાથે સીએમ યોગીએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પણ પ્રશંસા કરી છે.

નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે અતીકના નિવેદનોને વધુ મહત્વ આપવાની જરૂર નથી. જે કોઈની હત્યા કરે છે તેને કાયદા મુજબ મૃત્યુદંડ મળવો જોઈએ. UP STFની આ કાર્યવાહીથી સમગ્ર ઉત્તર પ્રદેશ ખુશ છે. આવા ગુનેગારો સાથે આવું જ થવું જોઈએ. હું આ કાર્યવાહી માટે યુપી એસટીએફને અભિનંદન આપવા માંગુ છું. તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આ ગુનેગારોને સંદેશ છે કે આ નવા ભારતનું ઉત્તર પ્રદેશ છે.

Back to top button