મહુઆ મોઇત્રાએ ‘સેક્સ’ને પોતાની ઉર્જાનો સ્ત્રોત જણાવ્યો, વાયરલ વીડિયોને લઈને હોબાળો
કોલકત્તા, 19 એપ્રિલ : તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા આ દિવસોમાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. તે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટ પરથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. અહીં તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રાવ સાથે થશે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન મહુઆની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેમને પૂછવામાં આવે છે કે તમારી ઉર્જાનો સ્ત્રોત શું છે? આના પર ટીએમસી ઉમેદવારે આપેલા જવાબ પર વિવાદ ઉભો થયો છે.
મહુઆ મોઇત્રાના જવાબ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પોતાની એનર્જીનું રહસ્ય ‘સેક્સ’ જણાવ્યું. સોશિયલ મીડિયા X પર શેર કરવામાં આવેલી વીડિયો ક્લિપના કેપ્શનમાં લખ્યું છે, ‘પત્રકાર – તમારી ઉર્જાનો સ્ત્રોત શું છે? મહુઆ મોઇત્રાનો જવાબ સાંભળી કેરળમાં જરૂરથી કોઈ ખુશ થશે. આ વખતે બંને હારી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમની પાસે ઊર્જા ઉત્પન્ન કરવા માટે પુષ્કળ સમય હશે. જો કે, કેટલાક યુઝર્સે કહ્યું કે મહુઆ મોઇત્રાએ આવો કોઈ જવાબ આપ્યો નથી. તેમના કહેવા પ્રમાણે, વાયરલ વીડિયોમાં તે ‘ઇંડા’ કહી રહી છે… સેક્સ નહીં. તેથી ટીએમસી નેતાના નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવું જોઈએ.
Let me clarify, since this is my interview.
I asked @MahuaMoitra : What’s your source of energy in the morning.
Mahua Moitra replied : EGGS …(anda, dim)
This is ridiculous how the bhakt mandali has distorted it to make it sound like s*x. The audio is being tampered…
— Tamal Saha (@Tamal0401) April 18, 2024
આ વિવાદ પર ઈન્ટરવ્યુ લેનાર પત્રકારે શું કહ્યું?
જો કે, મહુઆ મોઇત્રાનો આ ઇન્ટરવ્યુ લેનાર પત્રકારે પોતે જ પોસ્ટ કરી આખી સ્ટોરીનિ હકીકત જણાવી છે. તેનું નામ તમલ સાહ છે. તેણે X પર લખ્યું, ‘મારા ઈન્ટરવ્યુ બાદથી જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે મને સ્પષ્ટ કરવા દો. મેં મહુઆ મોઇત્રાને પૂછ્યું, સવારે તમારી ઉર્જાનો સ્ત્રોત શું છે? આના પર મહુઆએ જવાબ આપ્યો કે ઇંડા. આવી સ્થિતિમાં, ભક્ત જૂથ તેને કેવી રીતે ખોટી રીતે રજૂ કરી રહ્યું છે તે શરમજનક છે. તેઓએ ક્લિપને ‘સેક્સ’ જેવો અવાજ આપવા માટે તેની સાથે છેડછાડ કરી છે. ઓડિયો જાણી જોઈને બદલવામાં આવ્યો છે.
આ પણ વાંચો :બોર્નવિટા હેલ્થ ડ્રિંક નથી? તેમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે અને તેનાથી શરીરને શું નુકસાન થઈ શકે છે?