રમકડાની બેટરી ફાટતાં બાળકે ગુમાવી આંખઃ અરવલ્લીનો કિસ્સો દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન
મહીસાગર, 28 ડિસેમ્બર, 2024: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બીજા ધોરણમાં ભણતા બાળકને રમકડું રમતા સમયે લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ, વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો વિદ્યાર્થી ઘરે આ રમકડાંથી રમી રહ્યો હતો. આ દરમિયાન રોબોટિક રમકડાંમાં રહેલી લિથિયમ બેટરી ફાટી અને તેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પર ઇજાઓ પહોંચી હતી.
બાળકને સ્કૂલમાંથી આ રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું
ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટી હતી જેના કારણે વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને બાળકને સારવાર માટે પ્રથમ અમદાવાદ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બે દિવસ અગાઉ બનેલા આ બનાવમાં બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ જૂઓ: BZ ગ્રુપ કૌભાંડઃ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડથી લઈ અત્યાર સુધી શું શું થયું, જાણો