ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

મહિસાગર : ધો.12ની વિદ્યાર્થિની મેળામાં ગૂમ થયા બાદ કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો

મહિસાગરમાં ધો.12ની વિદ્યાર્થિની ગુમ થયા બાદ નદીમાંથી તેનો મૃતદેળ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 18 માર્ચના રોજ પરિવાર સાથે ચંદ્રિકા મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ હતી. ત્યાર બાદ નદીમાંથી કોથળામાં તેનો મૃત દેહ મળી આવ્યો હતો.

ધો.12ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો

જાણકારી મુજબ મહિસાગર જિલ્લાના કારંટા ગામમાં ધોરણ 12ની પરિક્ષા આપી રહેલી વિદ્યાર્થી ગત 18 માર્ચના રોજ ભરાયેલા ઉર્સના મેળામાં પરિવાર સાથે ગઈ હતી આ દરમિયાન વિદ્યાર્થી વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદમાં રહસ્યમય રીતે ગૂમ થઇ ગઇ હતી. જે અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી આ દરમિયાન વિદ્યાર્થીનીની ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલી લાશ એક પેક કરેલા કોથળામાંથી મહિ નદી માંથી મળી આવી છે.

મહિસાગર વિદ્યાર્થી-humdekhengenews

પરિવારે મૃતદેહની કરી ઓળખ

જાણકારી મુજબ તારીખ 21મીના રોજ સાંજના સમય દરમિયાન ખાનપુર પોલીસને કારંટા ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદીમાંથી કોથળામાં પેક કરેલી યુવતીની લાશ મળી આવી હતી. આ લાશ મળતા પોલીસે તાત્કાલિક ગૂમ થયેલી ચંદ્રિકાના પરિવારજનોને બોલાવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી, જ્યાપરિવારજનોએ તે ચંદ્રિકાનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે શરુ કરી વધુ તપાસ

વિદ્યાર્થીનીનો આવી રીતે મૃતદેહ મળી આવતા તેની ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે? આ અંગેની હકીકત જાણવા માટે મહિસાગર પોલીસ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીના પરિવારજનો અને સમાજ દ્વારા દીકરીના ન્યાયને લઈને માંગણી કરવામાં આવી છે. તેમજ પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે , જયાં સુધી આરોપીઓ પકડાય નહીં, ત્યાં સુધી તેઓ દિકરીના અંતિમ સંસ્કાર નહીં કરે.આ અંગે મોડી રાત સુધી પોલીસ અને પરિવારજનો વચ્ચે વાતચીત ચાલી હતી.

મહિસાગર વિદ્યાર્થી-humdekhengenews

પરીક્ષા આપી મેળામાં વિદ્યાર્થી થઈ હતી ગુમ

આ અગે પ્રાપ્ત જાણકારી મુજબ મહિસાગર જિલ્લાના નાના ખાનપુર ગામના ચમારવાસમાં ચંદ્રીકા વિનોદભાઇ પરમાર (ઉં.વ.19) તેના પરિવાર સાથે રહેતી હતી અને તે હાલમાં ચાલી રહેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહી હતી.આ વિદ્યાર્થી પરીક્ષાના બે પેપર આપી ચૂકી હતી અને બાકીના પેપરની તૈયારી કરી રહી હતી.આ દરમિયાન વિદ્યાર્થી 18 માર્ચના રોજ ભરાયેલા ઉર્સના મેળામાં વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદ દરમિયાન રહસ્યમય રીતે ગૂમ થઇ ગઇ હતી. અને પરિવાર દ્વારા તેની શોધખઓળ કરતા તેનો કોઈ પત્તો લાગ્યો હતો.ખાનપુર પોલીસ મથકમાં ચંદ્રીકા ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા પરિવારની અરજીને ગંભરતાથી લઇ સમગ્ર મહિસાગર જિલ્લા પોલીસ ઉપરાંત, ગોધરા, દાહોદ, વડોદરા, અરવલ્લી, આણંદ સહિત મધ્ય ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ગૂમ થયેલી ચંદ્રીકાના ફોટા મોકલી આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ફરાર, તંત્રમાં દોડધામ

Back to top button