મહિસાગર : ધોધમાર વરસાદ તૂટી પડતા 7 મકાનો થયા ધરાશાયી, એક પશુનું મોત
રાજ્યમાં ચામાસુ બરોબર જામ્યું છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે મહિસાગર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. મહિસાગરમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આ મેઘમહેરનો કહેર મહિસાગમાં જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે મહિસાગરના વીરપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સાત કાચા મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મહિસાગરમાં ભારે વરસાદથી નુકશાન
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે મહિસાગર જિલ્લામાંથી નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે. જેમાં વરસાદને કારણે વીરપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સાત કાચા મકાનો ધરાશાયી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સદનસીબે મકાન ધરાશાયી થવાની ઘટનામા કોઈ જાનહાની સર્જાઈ નથી.
આ ગામોમાં મકાનો થયા ધરાશાયી
પ્રાપ્ત વિગતો મુજબ વીરપુર તાલુકાના લીબરવા બારોડા, ચોરસા, પાટા, ધોરાવાળા અને કસલાવટી ગામમાં કાચા મકાનો ધરાશાયી થયા હતા. આ ગામોમાં કેટલીક જગ્યાએ મકાનની દીવાલો ધરાશાયી થઇ હતી તો કેટલીક જગ્યાએ મકાનનો વચ્ચેનો ભાગ પડી ગયો હતો. જેમાં એક મકાન પડતા એક બકરીનુ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી