મહિન્દ્રા થારના ચાહકોની સંખ્યા મોટી છે, જેનો પુરાવો આ વાહનનો વેઇટિંગ લીસ્ટ છે. મહિન્દ્રા થાર માટે રાહ જોવાનો સમયગાળો લગભગ 17-18 મહિનાનો છે. ઘણા દિગ્ગજ કલાકારો અને નેતાઓ આ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે સવાલ એ ઉઠે છે કે આ વાહનમાં એવું શું ખાસ છે જેના કારણે તેના ચાહકોની સંખ્યા વધી રહી છે. આ કારના ઈન્ટિરિયરને વોટર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. તેની કારમાં EBD ડ્યુઅલ એરબેગ હિલ-હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ સાથે ક્રુઝ કંટ્રોલ ABS જેવા સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
એન્જિન અને પાવર
2020 મહિન્દ્રા થારમાં બે એન્જિન વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાંથી પહેલું 2.0-લિટર mStallion TGDi પેટ્રોલ એન્જિન છે, જ્યારે બીજું 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન છે, જે આ SUVને જબરદસ્ત પાવર આપે છે. આ સાથે આ કારમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ફિચર્સ
મહિન્દ્રા થારના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં ડ્રિલ રેઝિસ્ટન્ટ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન (એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે), પ્લાસ્ટિક ફ્લોર મેટ્સ, વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ કંટ્રોલ સ્વીચ, ટિલ્ટ એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ, પાવર વિન્ડો, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ઓઆરવીએમ મળશે. રિમોટ સેન્ટ્રલ લોકીંગ સાથે ફ્લિપ કી અને ડ્રેઇન પ્લગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારના ઈન્ટિરિયરને વોટર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. તેની કારમાં ક્રુઝ કંટ્રોલ, EBD સાથે ABS, ડ્યુઅલ એરબેગ્સ, હિલ-હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
બેઝ વેરિઅન્ટ કિંમત
Mahindra Thar A X આ શક્તિશાળી ઓફ-રોડરનું બેઝ મોડલ છે. જેને રૂ.12,78,681 એક્સ-શોરૂમ પરથી ખરીદી શકાય છે. આ મોડલ સ્ટીલ રિમ સાથે આવે છે અને તેમાં તમને એલોય વ્હીલ્સ આપવામાં આવતા નથી. જો કે તમારું બજેટ ઓછું હોય તો મહિન્દ્રા થારનું બેઝ મોડલ ખરીદી શકાય છે. ભારતમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.