10 હજાર સિક્કા લઈને ફોર્મ ભરવા પહોંચ્યો ઉમેદવાર, કારણ જાણી તમે પણ ખુશ થશો


ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તમામ પાર્ટીના બાકી રહેલા નેતાઓ આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ સોમાભાઈ પટ્ટણી કોથડો ભરેલા સિક્કા લઈને ઉમેદવારી કરવા માટે નિકળ્યા હતા. મહેન્દ્રભાઈ સોમાભાઈ પટ્ટણી ગાંધીનગર ઉત્તર બેઠક પરના અપક્ષ ઉમેદવાર છે ત્યારે આજે ઉમેદવારી નોંધાવવા બે કોથડા ભરીને સિક્કા લઈને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ગુજરાતમાં માહોલ જામ્યો છે હવે અનેક પાર્ટીઓ મતદાતાઓને રીઝવવાના કામમાં લાગી ગઈ છે ત્યારે ગાંધીનગરના આ ઉમેદવારને તેમના સમર્થકોએ એક રુપિયાના સિક્કા સાથે એક મત આપવાનું વચન આપ્યુ છે.
આ પણ વાંચો:છેલ્લા પાંચ વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સંપત્તિમાં જાણો કેટલો થયો વધારો
ગાંધીનગર બેઠક પરથી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ફોર્મ ભરવા નિકળેલા મહેન્દ્રભાઈ એક રૂપિયાના 10 હજારના સિક્કા લઈને ઉમેદવારી કરી હતી. ત્યારે મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારના મતદાતાઓએ તેમને એક રૂપિયા સાથે એક મત આપવાનું વચન આપ્યું છે. તેમજ આ તમામ સિક્કા તેમને તેમના સમર્થકો તેમજ તેમના વિસ્તારના મતદાતાઓએ આપ્યા છે.