ગણેશ ચતુર્થીધર્મ

વાત્રક નદી કિનારે આવેલું છે ગણેશજીનું આ મંદિર, ઈતિહાસ છે અદભૂત

Text To Speech

ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે દેશના જુદા જુદા ગણપતિ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જુદા જુદા ગણપતિ મંદિરમાં દર્શન કરવાનું ગણેશોત્સવ દરમિયાન અનેરું મહાત્મ્ય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. રસપ્રદ વાત એ છે કે આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે.

એક જ શિલા પર ઉભું કરાયું છે ગણેશજીનું મંદિર 

ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું. એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે.

ગણેશજીનું ન 73 ફૂટ ઉંચું મંદિર 

અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.

વાત્રક નદીના કિનારે આવેલું છે આ મંદિર 

આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે.

આરતીનો સમય

સવારે 6.30 ધૂપ
સવારે 7.15 મંગળા
સાંજે 6.30 ધૂપ
સાંજે 7.30 દર્શન

દર્શનનો સમય

સવારના 6.00થી સાંજના 10 વાગ્યા સુધી. સંકટ ચતુર્થી જેવા ખાસ દિવસોમાં દર્શનનો સમય સવારના 5.00થી સાતના 11.00 વાગ્યા સુધી.

Back to top button