મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, ફડણવીસે શિંદેને કરી આ અપીલ
મુંબઈ, તા. 4 નવેમ્બર, 2024: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ ગયો છે. મહાયુતિ તરફે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળીને પત્ર સોંપીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બર, ગુરુવારે સાંજે 5.30 કલાકે યોજાશે.
સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બંને સહયોગીઓએ તેમને ટેકો આપ્યો અને સરકાર બનાવવામાં મદદ કરી, આ માટે આભાર. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે મહાયુતિ સરકાર આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કામ કરશે.
Mumbai: Mahayuti leaders show victory sign after staking claim to form the government in the state
BJP’s Devendra Fadnavis to take oath as CM of Maharashtra tomorrow, 5th December pic.twitter.com/IDFlEIQL5k
— ANI (@ANI) December 4, 2024
એકનાથ શિંદેને સરકારમાં જોડાવા અપીલ
પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “હું ગઈ કાલે એકનાથ શિંદેને મળ્યો હતો. મેં તેમને સરકારમાં સામેલ થવા વિનંતી કરી હતી. શિવસેનાના તમામ ધારાસભ્યો પણ એવું જ ઈચ્છે છે. કોણ શપથ લેશે તે નક્કી કરવા અમે આવતીકાલે એક બેઠક કરીશું.
પીએમ મોદીની હાજરીમાં શપથગ્રહણ થશે
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આજે હું માનનીય રાજ્યપાલને મળ્યો છું અને ભાજપ, શિવસેના, એનસીપી અને ધારાસભ્યોના સમર્થનના પત્રો રાજ્યપાલને સોંપ્યા છે. હું એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. તેમણે મુખ્યમંત્રી માટે મારા નામની ભલામણ કરી હતી. શપથ ગ્રહણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાશે.
દેવેન્દ્ર ફડણવીસ- અજિત પવારના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ થશે
આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિકાસની વાત થશે અને નવી સરકારનું ફોકસ માત્ર વિકાસ પર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં ત્રણેય મળીને નિર્ણયો લીધા છે. ભવિષ્યમાં પણ મહારાષ્ટ્રની તરફેણમાં સંકલનથી કામ કરવામાં આવશે.
#WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, “Wait till evening…”
Replying to Shinde, NCP chief Ajit Pawar says, “Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait.”… pic.twitter.com/ZPfgg6Knco
— ANI (@ANI) December 4, 2024
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યપ્રધાન નક્કી કરવા નિરીક્ષક બનાવ્યા બાદ રૂપાણીએ શું કહ્યું?