ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફટકારી બેવડી સદી, જાણો શું છે પરિસ્થિતિ

  • ભાજપે 149 બેઠક, શિવસેના(શિંદે)એ 81 બેઠક અને NCP(અજિત પવાર)એ 59 બેઠક પર લડી હતી ચૂંટણી

મુંબઈ, 23 નવેમ્બર: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં બંને રાજ્યોનું ચિત્ર હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સુનામી દેખાઈ રહી છે. ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ 200થી વધુ બેઠકો પોતાને નામે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસ, શિવસેના(UBT) અને NCP(શરદ પવાર)ના MVA ગઠબંધનની વાત કરવામાં આવે તો તે 50 બેઠકો પર આગળ છે.

Maharashtra Result
Pic: @ECI

20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર એક સાથે મતદાન થયું હતું. ભાજપ, જે શાસક મહાગઠબંધનનો ભાગ છે, તેણે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ, જે MVAનો ભાગ છે, તેણે 101 બેઠકો, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

 

ટ્રેન્ડમાં મહાયુતિની બેવડી સદી વચ્ચે શિંદેને ફરીથી CM બનાવવાની માંગ

મહારાષ્ટ્રના વલણોમાં મહાયુતિની જોરદાર લીડ વચ્ચે શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કે એકનાથ શિંદેને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. મ્હસ્કેએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના પરિણામો મહાયુતિ માટે જંગી જીત જેવા છે. તેથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. શિવસેનાના કાર્યકર હોવાના કારણે હું ઇચ્છું છું કે, એકનાથ શિંદે ફરી એકવાર મહારાષ્ટ્રની બાગડોર સંભાળે. સંજય રાઉતના નિવેદનનો વિરોધ કરતા મ્હસ્કેએ કહ્યું કે, રાઉત પાસે કહેવા માટે કંઈ નથી.

આ જનતાનો નિર્ણય નથી: સંજય રાઉત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જોરદાર લીડ મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. રાઉતે કહ્યું છે કે, અમિત શાહ, વડાપ્રધાન મોદી અને અદાણીએ મળીને આ નિર્ણય લેવડાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘કપટ કરવામાં આવ્યું છે. આવો નિર્ણય આવે તે શક્ય જ નથી. આ જનતાનો નિર્ણય નથી. કંઈક ખોટું છે. એકનાથ શિંદેના ધારાસભ્યો કેવી રીતે જીતી શકે? તેઓએ (ભાજપ) સમગ્ર સિસ્ટમને પોતાના કબજામાં લઈ લીધી છે.”

મહાયુતિએ 200નો આંકડો પાર કર્યો 

મહારાષ્ટ્ર અને ઝારખંડના ટ્રેન્ડે ફરી એકવાર આંચકો આપ્યો છે. મહારાષ્ટ્રના વલણોમાં, મહાયુતિ ગઠબંધન 210થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે MVA ગઠબંધન લગભગ 50 બેઠકો સુધી મર્યાદિત છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો છે, એટલે કે બહુમત માટે 145 બેઠકોની જરૂર છે.

આ પણ જુઓ: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કયા નેતાઓ CM પદની રેસમાં છે? જૂઓ યાદી

Back to top button