ટોપ ન્યૂઝનેશનલ

UNના મુખ્યલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરાયું અનાવરણ, પીએમએ ટ્વિટ કરી ગર્વની લાગણી અનુભવી

Text To Speech

UN હેડક્વોટર્સમાં મહાત્માં ગાંધીની પ્રતિમા બનાવવામાં આવી છે. જેને લઈને વડાપ્રધાને આજે ટ્વીટ કરી છે. અને કહ્યું છે કે યુ એનના હેડક્વોટર્સમાં મહાત્માં ગાંધીજીની પ્રતિમાને જોઇને દરેક ભારતીય ગર્વ અનુભવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ગાંધીજીની પ્રતિમાં હોવી આખા દેશ માટે ગર્વની વાત છે.

યુએનમાં ગાંધીજીની પ્રતિમા-humdekhenews

મહાત્માં ગાંધીજીની પ્રતિમા અંગે વડાપ્રધાને ટ્વિટ કરી

ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્ર હેડક્વોટર્સમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમા મહાત્મા ગાંધીની પ્રતિમાનુ અનાવરણ તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. જેથી આ અંગે વડાપ્રધાને પણ ભારતીયોને ગર્વની લાગણી અનુભવતા ટ્વિટ કર્યું હતું. UNમાં મહાત્મા ગાંધીની પ્રતિમા જોઈને દરેક ભારતીય ગર્વ અનુભવશે, ગાંધીવાદી વિચારો અને આદર્શો આપણા સમાજને વધુ સમૃદ્ધ અને વધુ વિકસિત બનાવશે.

UNમાં મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમા

ગઇ કાલે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્માં ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ઉપસ્થિત રહ્યા હતા. અને દુનિયામાં જે સંઘર્ષોની પરિસ્થિતિ હાલ ચાલી રહી છે તેની ચર્ચા કરવામાં આવી હતી. અને આ દરમિયાન મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારોને લઇને ચર્ચા કરવામાં આવી હતી અને આવી પરિસ્થિતિમાં તેમના વિચારો સંયુક્ત રાષ્ટ્રમાં અસરકારક રહેશે તેવું પણ વિદેશમંત્રીએ જણાવ્યું હતું.

વિદેશમંત્રી એસ જય શંકરે કહી આ વાત

મહાત્માં ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરતા એસ જયશંકરે કહ્યું હતું કે આજે દુનિયા હિંસા, સંઘર્ષ અને માનવીય કટોકટીથી ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં ગાંધીજીના શાંતિ અને અહિંસાવાદી વિચારધારાઓ ખુબ મહત્વની છે. તેમના આદર્શોને અપનાવીને સંઘર્ષનો હલ આવી શકે છે અને અસમાનતા દુર થઇ શકે છે.

આ પણ વાંચો :બિલાવલ ભુટ્ટોના ‘ગુજરાતના કસાઈ’વાળા નિવેદન પર ભારત સરકારનો જવાબ, કહ્યું- આ પાકિસ્તાનની ગભરામણ બોલે છે

Back to top button