મહાઠગ વિરાજ પટેલ પોલીસ જાપ્તાની નજર ચૂકવી ફરાર થઈ ગયો
વડોદરાઃ (Vadodara)ગત એપ્રિલ મહિનામાં મુંબઈની એક મોડેલે મહાઠગ વિરાજ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. (Viraj patel ran away)વિરાજ પટેલે તેને ગાંધીનગરની ગિફટ સીટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને વડોદરાની હોટલમાં કેટલાક દિવસો સુધી ગોંધી રાખીને શારીરિક શોષણ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. (court hearing)વડોદરાની ગોત્રી પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરીને તેની ધરપકડ કરી હતી.
પોલીસ જાપ્તાની નજર ચુકવી ફરાર
વિરાજ પટેલે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને મુંબઈની મોડેલને લાલચ આપીને શારીરિક શોષણ કરવા મુદ્દે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે મોડેલની ફરિયાદના આધારે વિરાજ પટેલ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જતા પોલીસ જાપ્તાની નજર ચુકવી ફરાર થયો હતો.
સરકારી બસમાં બેસી દિવાળીપુરા કોર્ટમાં ગયા હતા
પ્રતાપનગરના શહેર પોલીસ મુખ્ય મથકના રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એ. પાટીલે નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસના જવાનો મુખ્ય મથકથી સેન્ટ્રલ જેલ ગયા હતા. ત્યાંથી ફાળવવામાં આવેલા કેદીઓને મેળવી સરકારી બસમાં બેસી દિવાળીપુરા કોર્ટમાં ગયા હતા. ત્યાં બી-50 નંબરના લોકઅપ રૂમમાં તમામ 26 કેદીઓને બેસાડાયા હતા. તમામ કેદીઓને વારાફરથી જેની જ્યાં મુદત હતી ત્યાં હાજર રાખવા જાપ્તા સાથે રવાના કરાયા હતા.મુદતનો સમય પુરો થતા કેદીઓને જાપ્તાના પોલીસ સ્ટાફ સાથે પરત લાવી લોકઅપરૂમમાં સોંપતા હતા.
ત્રણ કેદીઓને સેન્ટ્રલ જેલ મોકલવાના હતા
વિરાજ પટેલની મુદત સેશન્સ કોર્ટમાં હતી જેથી તેને કોર્ટમાં રજૂ કરવા લઇ જવાયો હતો. ત્યાર બાદ ત્રણ કેદીઓને સેન્ટ્રલ જેલ મોકલવાના હતા. પોલીસ કર્મચારીઓ તેમની રાહ જોઇ રહ્યા હતા. સાંજે 5 સુધીમાં બે કેદીઓ આવ્યા હતા. પરંતુ વિરાજ પટેલ આવ્યો ન હતો. જેથી જાપ્તામાં મોકલેલા આર્મ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ફોન કરી પુછતા કેદી વિરાજ પટેલ જાપ્તામાંથી નજર ચુકવીને નાસી ગયેલો હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી.