ટ્રેન્ડિંગમનોરંજન

મહિલા દિવસ પર મહાઠગ સુકેશનો પ્રેમ છલકાયો, જેકલિનને જેલમાંથી લખ્યો લેટર

Text To Speech
  • મહાઠગે જેકલિનને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેના ખૂબ વખાણ કર્યા છે. સુકેશે લખ્યું છે કે જેકલીન માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે દિલની સારી વ્યક્તિ પણ છે.

નવી દિલ્હી, 8 માર્ચઃ આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન, દિલ્હીની મંડોલી જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે તેની કથિત ગર્લફ્રેન્ડ જેકલિન ફર્નાન્ડિસને એક પત્ર લખ્યો છે. મહાઠગે જેકલિનને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેના ખૂબ વખાણ કર્યા છે. સુકેશે લખ્યું છે કે જેકલીન માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે દિલની સારી વ્યક્તિ પણ છે. પત્રમાં સુકેશે જેકલિનને રાણી અને શક્તિ કહીને સંબોધ્યા છે.

સ્ત્રી વગર પુરુષ કંઈ નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાઠગે પત્રમાં આગળ લખ્યું છે કે મારી રાણી, મારી શક્તિ અને મારી સુપર સ્ટાર. આજે તમામ મહિલાઓનો દિવસ છે. મહિલાઓ વાસ્તવિક જીવનમાં સુપરહીરો છે. આજે વર્ષનો એક ખાસ દિવસ છે કારણ કે હાજર રહેલી તમામ સુંદર મહિલાઓની ઉજવણી કરવામાં આવી રહી છે. પુરૂષની વાસ્તવિક શક્તિ તેના જીવનમાં રહેલી મહિલાઓ છે અને તેમના વિના આ દુનિયા અધૂરી છે. જેઓ કહે છે કે આ પુરુષોની દુનિયા છે, તેઓ ખોટું બોલે છે. નારી જ પુરુષની અસલી શક્તિ છે. સ્ત્રી વગર પુરુષ કંઈ નથી.

મહિલા દિવસ પર મહાઠગ સુકેશનો પ્રેમ છલકાયો, જેકલિન ફર્નાન્ડિસને લખ્યો લેટર hum dekhenge news

મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું

જેકલિનને સંબોધતા સુકેશ ચંદ્રશેખરે લખ્યું કે મારા જીવનમાં પણ જેકલીન જેવી સુંદર મહિલાઓ છે . જેકલીન એ તમામ સુંદર મહિલાઓ માટે રોલ મોડલ છે જે આજે ઉજવણી કરી રહી છે. સુકેશે એમ પણ લખ્યું હતું કે જ્યારે તારી બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર આવ્યા ત્યારે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. ભગવાનનો આભાર તુ બિલકુલ ઠીક છે. આ સાથે તેણે આગળ લખ્યું છે કે તે જેકલિનનું નવું ગીત સાંભળવા માટે આતુર છે. આ સાથે પત્રના અંતમાં તેમણે મહાશિવરાત્રી અને મહિલા દિવસની શુભકામનાઓ આપી છે.

આ પણ વાંચોઃ માથે તિલક, હાથમાં ડમરૂ… તમન્ના ભાટિયાએ શેર કર્યું ‘ઓડેલા 2’નું પોસ્ટર

Back to top button