મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુકેશે દાવો કર્યો છે કે હવે આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ પકડાશે. 200 કરોડની છેતરપિંડી કેસમાં તિહાર જેલમાં બંધ સુકેશને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં પ્રોડક્શન માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે દારૂની નીતિમાં અરવિંદ કેજરીવાલની આગામી ધરપકડ થશે.
આ પણ વાંચો : પંજાબમાં AAPના કેટલાક મોટા નેતાઓ CBIના રડાર પર ! લિકર પોલિસી કેસમાં મોટી કડીઓ હાથમાં
હવે કેજરીવાલનો નંબર
સુકેશે કહ્યું કે હવે પછીનો નંબર કેજરીવાલનો હશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે દારૂના કૌભાંડમાં તેની ભૂમિકા શું છે, તો સુકેશે કહ્યું કે મારે જે કહેવું હતું તે મેં લેખિતમાં આપ્યું છે. હું બધાને ખુલ્લા પાડીશ. આ કૌભાંડમાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.
કેજરીવાલ વઝીર છે
સુકેશે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં વઝીર છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવશે. સુકેશે જણાવ્યું કે હું 2015 થી આ બધા લોકોની સાથે છું. સુકેશે કહ્યું કે તેને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું કે મારો કેસ આ કેસથી અલગ છે.