મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો, અમદાવાદના વેપારીએ નોંધાવી ફરિયાદ
- મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ
- અમદાવાદના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
- G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટ કરી છેતરપિંડી આચરી
મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવામા આવી છે. અમદાવાદના વેપારીએ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કિરણ પટેલે PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરીને છેતરપિંડી કરી હોવાનું જણાવવામા આવ્યું છે.
કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમા એક બાદ એક વધારો થઈ રહ્યો છે. કાશ્મીરમાં શાનથી ફરતો અને પોતે PMOમાં હોવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરતા કિરણ પટેલને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે. ત્યાર બાદ તેના સામે એક બાદ ફરિયાદો નોંધાવવામા આવી રહી છે. અત્યાર સુધી કિરણ પટેલ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેની સામે અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ગુના નોંધાયા છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ઇવેન્ટ કંપની સાથે 3.51 લાખની ઠગાઈ
અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવવામા આવી છે. જેમાં કિરણ પટેલે ઇવેન્ટ કંપની સાથે 3.51 લાખની ઠગાઈ કરી હોવાનું જણાવવામ આવ્યું છે. કિરણ પટેલે પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી ઠગાઇ આચરી હતી. કિરણ પટેલે કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હતા.
જાણો કઈ બાબતે નોંધાઈ ફરિયાદ
ફરિયાદમા જણાવ્યા મુજબ કિરણ પટેલે MO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૂમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો અને તેને વોટ્સએપ પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનું જણાવવામા આવી રહ્યું છે.
કોર્ટે માલિની પટેલની જામીન અરજી નામંજૂર કરી
હાલ કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામા આવી રહી છે. જેમા એનેક ખુલાસા થયા છે. ત્યારે કિરણ પટેલની પત્ની પણ ઠગાઈના કેસમા જેલમાં બંધ છે. જેને જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતું કોર્ટે માલિની પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.
આ પણ વાંચો : HD Analysis : કટ્ટર ઈમાનદારની વાતો કરતાં કેજરીવાલને CBIનું તેડું, 2024 પહેલા ‘AAP’ નું શું ?