- મહાઠગ કિરણ પટેલને લઈને મોટા સમાચાર
- કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર
- ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો
મહાઠગ કિરણ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને ગુજરાત પહોંચી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. કાશ્મીરથી ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની કસ્ટડી મેળવી છે. તેમાં ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં તે ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી હતી અને કિરણ પટેલની પુછપરછ કરી હતી. જો કે તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસનો દૌર તેજ બન્યો હતો. અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો ઠગભગત બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને સાભ લેતો હતો.
આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચઢાવી કે Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ SUV,ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી VVIP સુવિધાઓ મળી રહી હતી. ત્યારે હવે આ મહાઠગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટ (ED)એ તપાસ શરૂ કરી છે. વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી છે. ત્યારે આજે કિરણ પટેલને ગુજરાત લાવવામાં આવ્યો છે.