આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં પણ ખાસ વાત એ છે આ વર્ષે18 ફેબ્રુઆરીના રોજ વીકેન્ડ છે. જેથી તમે ફરવા જવાનો પ્લાન પણ કરી શકો છો. તેમાં પણ ભોલેનાથના દર્શન કરવા માટે તમે ભગવાન શિવના અનેક મંદિરોમાં જઈ શકો છો. ભગવાન શિવના 12 જ્યોતિલિંગ છે, જા સામાન્ય રીતે બધા જાણે છે. તેમજ તેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
આ જ્યોતિલિંગોમાં ગુજરાતનું સોમનાથ પ્રથમ ક્રમાંકે આવે છે. આ મંદિર ગુજરાતના કાઠિયાયવાડમાં સમુદ્ર કિનારે વેરાવળ બંદર પર આવેલું છે.
મહાકાલ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આખા દેશના જ્યોતિલિંગમાંથી એક માત્ર એવું જ્યોતિલિંગ છે જ્યાં 9 દિવસ સુધી શિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. તેમજ અહીં મહાદેવની ભસ્મ આરતી ખૂબ જ ફેમસ છે
ત્રયંબકેશ્વર જ્યોતિલિંગ મંદિર પવિત્ર ગોદાવરી નદી અને બ્રમ્હગિરી પર્વત પાસે આવેલું છે. મંદિરની આસપાસ પ્રાકૃતિક દ્રશ્યો પર્યટકોના મનમોહી લેનારા છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બને છે.
તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલ રામેશ્વરમ મંદિર પણ લોકપ્રિય છે.
આ તમામ જ્યોતિલિંગના દર્શન કરવા માટે તમે વીકેન્ડ પર જઈ શકો છો.