મહાશિવરાત્રિ : કેન્દ્રિય મંત્રી રૂપાલા દિલીપ સંઘાણી સાથે ગરબે ઝૂમ્યા, મંત્રી પર થયો નોટોનો વરસાદ
દેશભરમાં ગઈ કાલે મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો છે. મહાશિવરાત્રીના આ પર્વ પર દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. ઘઈ કાલે મહાદેવના મંદિરોમાં મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે અનેક નેતાઓ પણ મહાદેવની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા. ગઈ કાલે અમરેલીમાં ઈશ્વરિયા ગામમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાસ રમતા જોવા મળ્યા હતા.
ઈશ્વરિયા ગામે સંતવાણીનો કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ગરબે ઝૂમ્યા
જાણકારી મુજબ ગઈ કાલે મહાશિવરાત્રી નિમિત્તે અમરેલીમાં કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ગામ ઈશ્વરિયામાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમમાં કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા પણ જ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી : કેન્દ્રિય મંત્રી રૂપાલા દિલીપ સંઘાણી સાથે ગરબે ઝૂમ્યા, જુઓ વીડિયો @PRupala @Dileep_Sanghani #amreli #ParshottamRupala #DileepbhaiSanghani #Mahashivratri #Mahashivratri2023 #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/lnZgyDaxHj
— Hum Dekhenge News (@humdekhengenews) February 19, 2023
ગરબે રમતા મંત્રી પર થયો નોટોનો વરસાદ
અમરેલીના ઇશ્વરિયા ગામના સંતવાણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ગરબે ઝૂમ્યા હતા. જેનો વિડિયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમા જોઈ શકાય છે કે કેન્દ્રિય મંત્રીની સાથે તમામ ગરબાની રમઝટ માણી રહ્યા છે. આ દરમિયાન રૂપાલા-સંઘાણી પર નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ભવનાથ : મહાશિવરાત્રી પર લાખો શિવભકતોની હાજરીમાં ગૃહરાજ્યમંત્રીએ શિવવંદના કરી