મહાશિવરાત્રિઃ આ રાશિઓ માટે રહેશે લાભદાયક, મળશે સારા સમાચાર
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના પર્વને અત્યંત શુભ માનવામાં આવ્યુ છે. મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. આ દિવસે શિવાલયો અને ઘરોમાં મહાદેવજીની વિધિવત પુજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર મહા વદ તેરસના દિવસે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ મનાવવામાં આવશે. આ વખતે આ દિવસે કેટલાય દુર્લભ સંયોગ બનવાના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયુ છે. જાણો મહાશિવરાત્રિ કઇ રાશિઓ માટે અત્યંત શુભ ફળ આપનારી રહેશે.
એવી માન્યતા છે કે શિવરાત્રિના દિવસે જે ભક્તો ભગવાન શંકરની વિધિ વિધાન પુર્વક પૂજા અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે તેને દુઃખમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે રુદ્રાભિષેક કરવાથી ભક્તોને ચાર પ્રહરની પુજા બરાબર ફળ પ્રાપ્ત થાય છે.
શનિ પ્રદોષ યોગ
ધાર્મિક માન્યતા અનુસાર શનિ પ્રદોષનું હોવુ ધાર્મિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. શનિ પ્રદોષ વ્રત કરનારથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. સંતાન પ્રાપ્તિ માટે તે ખુબ જ લાભકારી માનવામાં આવે છે.
ગ્રહોની સ્થિતિ
આ દિવસે શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે. આ સાથે સુર્ય પણ શનિની રાશિ કુંભમાં ચંદ્ર સાથે સંચરણ કરશે. ગ્રહોની સ્થિતિ કરિયર અને આર્થિક મોરચે લાભકારી સાબિત થશે.
કઇ રાશિઓ માટે શુભ રહેશે
મહાશિવરાત્રિ પર મેષ, વૃષભ, મિથુન, ધન, તુલા અને કુંભ રાશિના લોકોને જબરજસ્ત લાભ મળશે. આ દિવસે તમને આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. આ દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખવુ આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધિ થશે. આ દિવસે ભગવાન શિવનું વધુમાં વધુ ધ્યાન કરવું. ભગવાન શિવની પુજા અર્ચના કરવી.
આ પણ વાંચોઃ હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ?