મહાશિવરાત્રી 2024: બીલીપત્ર ચઢાવવાથી કેમ પ્રસન્ન થાય છે મહાદેવજી?
- 8મી માર્ચે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે. વહેલી સવારથી જ ઓમ નમઃ શિવાય અને હર હર ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠશે. એવું માનવામાં આવે છે કે બીલીપત્ર વિના શિવ પૂજા અધૂરી છે. બીલીપત્ર ચઢાવતા જ મહાદેવજી કેમ જલ્દી પ્રસન્ન થઈ જાય છે?
હિન્દુ ધર્મમાં ત્રણ દેવતાઓમાં મહાદેવજીને સૌથી સૌથી વધુ પૂજ્ય માનવામાં આવે છે. વર્ષ દરમિયાન તેમના બે મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે, એક મહાશિવરાત્રી જે આ વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવશે અને બીજો છે શ્રાવણ મહિનો. આપણે આ બંને તહેવારોમાં શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ દિવસે દરેક જગ્યાએ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે. વહેલી સવારથી જ ઓમ નમઃ શિવાય અને હર હર ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠશે.
શિવરાત્રીનો તહેવાર ઉત્સાહ સાથે ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. આ સાથે લોકો પૂજા દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે બીલીપત્ર વિના શિવ પૂજા અધૂરી છે. બીલીપત્ર ચઢાવતા જ મહાદેવજી કેમ જલ્દી પ્રસન્ન થઈ જાય છે? તેની પાછળ એક પૌરાણિક કથા છે.
બીલીપત્ર અર્પણ કરવાનું કારણ
દંતકથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન હળાહળા વિષ નીકળવાથી, સમગ્ર સંસાર તેનો તાપ સહન કરવામાં અસમર્થ બની ગયું. દેવતાઓ અને દાનવો પણ પરેશાન થઈ ગયા ત્યારે બધાએ ભગવાન શિવની આરાધના કરી અને હળાહળ વિષ માંથી મુક્તિ મેળવવા માટે તેમની મદદ માંગી. ત્યારે ભગવાન શિવે તે હળાહળ વિષમાથી સંસારને મુક્ત કરવા માટે તેને પી લીધું. વિષની ગરમી એટલી બધી હતી કે તેની અસર ઓછી ન થઈ અને મહાદેવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. ત્યારપછી દેવતાઓએ મહાદેવજીને બીલીપત્ર અને જળ અર્પણ કર્યા.
બીલીપત્રની અસરથી ઝેરનું તાપમાન ઘટવા લાગ્યું. બીલીપત્ર ખરેખર તાપમાન ઘટાડવામાં મદદરૂપ હોય છે. દેવતાઓએ બીલીપત્ર અર્પણ કર્યા પછી ભગવાન શિવનો તાપ ઘટી ગયો અને તેમણે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા કે હવેથી જે કોઈ મને બીલીપત્ર અર્પણ કરશે તેની દરેક ઈચ્છા હું પૂરી કરીશ. ત્યારથી ભગવાન શિવ પર બીલીપત્ર ચઢાવવાની પરંપરા ચાલી આવે છે.
આ પણ વાંચોઃ ઉડતા વિમાનમાં આ રીતે ભરાય છે ઈંધણ, નહીં જોયું હોય તમે ક્યારેય, અહીં જૂઓ વીડિયો