- રાજ્યના ધર્મસ્થાનો પર ભાજપનું મહાસફાઈ અભિયાન
- સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ જોડાયા
- CMએ બાલાજી હનુમાનજી મંદિરથી અભિયાનનો કરાવ્યો પ્રારંભ
ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજથી રાજ્યના ધર્મસ્થાનો પર ભાજપનું ‘મહાસફાઈ’ અભિયાન શરુ થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ ગુજરાતના વિવિધ તીર્થસ્થાનો પર જઈને આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.
ભાજપનું ‘મહાસફાઈ’ આજથી શરૂ
રાજ્યના વિવિધ ધર્મસ્થાનો પર ભાજપનું ‘મહાસફાઈ’ આજથી શરૂ થયું છે. જેમાં 15થી વધુ ધર્મ સ્થળો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવશે. અને રાજ્યના વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે અને આ અભિયાનમાં સામેલ થશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ભાજપ દ્વારા આયોજિત આ મહાસફાઈ અભિયાનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો જોડાયા છે.
15 થી વધુ ધર્મસ્થળો પર સફાઈ અભિયાન
ગુજરાભરના 15 થી વધુ ધર્મ સ્થળો પર વિવિધ મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું. આ સફાઈ અભિયાનનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે બાલાજી હનુમાનજી મંદિરથી કરાવ્યો હતો. જેમાં મખ્યમંત્રીની સાથે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસફાઈ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલ પણ જોડાયા હતા. અને સીઆર. પાટીલે સુરતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસરમાં સફાઈ કરી હતી. જેમાં તેમની સાથે અન્ય નેતાઓ પણ જોડાયા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : યુવરાજસિંહની વ્હારે આવ્યું કોંગ્રેસ, આ મોટા નેતાઓએ આપ્યું સમર્થન