પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજે રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

- મહાસંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે
- 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા
- રતનપરમાં આજે સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજે રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. તેમજ મહાસંમેલનને મંજૂરી મળી ગઇ છે. ત્યારે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. રતનપરમાં આજે સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કેમ તાપમાન ઘટ્યું
મહાસંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે
મહાસંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી જેમાં મંજૂર મળી ગઇ છે. તેમજ રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે. એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, રૂપાલા પાંચ લાખ વાર માંફી માગે તો પણ માફી નહીં આપવામાં આવે.
આ પણ વાંચો:અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પદ્મિનીબા વાળાએ કહ્યું કે, રુપાલાએ અંતર આત્માનો અવાજ સાંભળવો જોઈએ. પોતે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરવી જોઈએ. આ સાથે જ મહાસંમેલન અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે. સંમેલન બાદ આગળની રણનીતિ જાહેર કરીશું. માં ખોડલને પ્રાથના છે કે રુપાલા પોતે જ ચૂંટણીમાં હટી જાય તેવી જ માતાજીને પ્રાર્થના કરી છે.
30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા
રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચી રહ્યાં છે.