મહારાષ્ટ્રના આ 3 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા, અચાનક ગામના લોકોના વાળ ખરવા લાગ્યા, અમુક તો ટકલા થઈ ગયાં!
મહારાષ્ટ્ર, 9 જાન્યુઆરી 2025 : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલ શેગાંવ તાલુકાના પણ ગામ બોરગાંવ, કાલવાડ અને હિંગના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. અહીંના લોકો ખૂબ ટેન્શનમાં છે. તેની પાછળનું કારણ છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક મોટી સંખ્યામાં લોકોના વાળ ખરવાનું છે. તેમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ સામેલ છે. અહીં અમુક લોકોને તો અઠવાડીયાની અંદર ટકો થઈ ગયો.
ગામમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, હળવેથી વાળ ખેંચતા આખો ગુચ્છો નીકળી જાય છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અમુક લોકોએ કેમાર પર દેખાડ્યું કે કેવી રીતે તેમના વાળ આસાનીથી નીકળી રહ્યા છે. તો વળી અમુક લોકો એવા પણ છે, જેમના માથામાં અઠવાડીયામાં ટાળ પડતી દેખાવા લાગી.
પાણીના પ્રદૂષણ પર શંકા
આ અજીબોગરીબ સમસ્યાના કારણે આજુબાજુના તમામ લોકોમાં ડરનો માહોલ ફેલાયેલો છે. તો વળી સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ગામની મુલાકાત લઈ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગની એક ટીમે લગભગ 50 લોકોની ઓળખાણ કરી છે, જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડોક્ટરનું માનવું છે કે, આ સંખ્યા હજુ પણ વધી શકે છે. શરુઆતી તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા દૂષિત પાણી અથવા કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હોય શકે છે.
ડોક્ટરે ગામ લોકોને કહ્યું કે, જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે, ત્યાં તેઓ તેઓ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે. આ મામલે તપાસ માટે પાણી, વાળ અને ત્વચાના સેમ્પલ એકઠા કર્યા છે.
શું બોલ્યા ડોક્ટર
સ્વાસ્થ્ય ટીમના ભાગ રહેલા શેગાંવ સ્વાસ્થ્ય અધિકારી ડો. દીપાલી રાહીકરે કહ્યું કે, આ દૂષિત પાણીના કારણે થઈ શકે છે. અમે પાણી અને અન્ય સેમ્પલ એકઠા કર્યા છે અને તપાસ બાદ જ કોઈ તારણ પર પહોંચી શકીશું.