ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર LIVE: અજિત પવાર બન્યા મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી CM

Text To Speech

LIVE: મહારાષ્ટ્રની રાજકારણમાં મોટી ઉથલપાથલ

  • NCP અધ્યક્ષ શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ
  • થોડા દિવસોમાં સત્ય સામે આવી જશે : શરદ પવાર
  • NCPનું નામ અને લોગો કોના ખોળે?
  • હું ફરી પાર્ટી ઉભી કરીને બતાવીશ : શરદ પવારઅજીત પવારે પ્રેસ કોન્ફરેનસમાં કહ્યું:
પ્રેસ કોન્ફ્રેન્સ
પ્રેસ કોન્ફ્રેન્સ

કોન્ફરેનસ કરતી વખતે અજીત પવાર કહ્યું કે અમે NCPના ઈલેકશન ચિન્હ માટે લડીશું.  સાથે જ જણાવ્યું કે સરકારમાં હજી અનેક મંત્રીઓનો સમાવેશ થશે. અજીત પવારે વધુ ઉમેરતા કહ્યુબ “વિકાસના પગલે હું નરેન્દ્ર મોદી સાથે આવવા માંગતો હતો”. ” શિંદે સરકાર વિકાસને લઈને પ્રતિબદ્ધ”.

ભાજપે કહ્યું બધાને મોકો મળવો જરુર

અજીત પાવર
અજીત પાવર

નાયબ મુખ્યમંત્રી અજિત પવારને 40 NCP ધારાસભ્યો અને 6 NCP MLCનું સમર્થન છે, ભાજપે કહ્યું બધાને મોકો મળવો જરુરી છે.

હવે નામ પણ બદલ્યું 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારે તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે. અજિત પવાર સહિત NCPના કેટલાક નેતાઓએ આજે મહારાષ્ટ્રમાં NDA સરકારને સમર્થન આપ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતે ટ્વીટ કરી લખ્યું કે.. 

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને લખ્યું, “કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને ખતમ કરવાની જવાબદારી પોતાના પર લીધી છે. તેમને તેમના માર્ગે જવા દો. મેં હમણાં જ શરદ પવાર જી સાથે વાત કરી. તેમણે કહ્યું, “હું મજબૂત છું. અમારી પાસે લોકોનો ટેકો છે. અમે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને બધું ફરીથી બનાવીશું.” હા, લોકો આ રમતને વધુ સમય સુધી સહન નહીં કરે.

મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યું કે અજિત પવારે અમારા ગઠબંધનને સમર્થન આપવાનું નક્કી કર્યું. હવે અમારું સંખ્યાબળ 170 થી વધીને 210 થઈ ગયું છે. (NCP) ના 40 ધારાસભ્યો આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ NCP નેતા અજિત પવારની મહા સરકારમાં સામેલ થવા અંગે મીડિયા સાથે વાતચિત કરતા કહ્યું કે ડબલ એન્જિન સરકાર ટ્રિપલ એન્જિન સરકાર નથી.

BJP નો મોટો ખેલ, ૯ મંત્રીઓની શપથગ્રહણ

એક અહેવાલ અનુસાર, NCPના 9 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. અજીત પવાર ઉપરાંત તેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફનો સમાવેશ થાય છે.

હાલ અજીત પવારની શપથગ્રહણ બાદ રાજભવનમાં મંત્રીઓ દ્વારા શપથગ્રહણ કરવામાં આવી રહ્યો છે. અદિતિ તટકર, ધંધનંજય મુંડે, છગન ભુજબળ, સંજય બાબુરાવ બનસોડે મંત્રી પદની શપથ લઈ લીધા છે.

અજીત પાવરની ટીમમાં આ ૧૮ ધારાસભ્યોનો સમાવેશ

  1. દિલીપ વાલસે પાટીલ
  2. હસન મુશ્રીફ
  3. છગન ભુજબલ
  4. કિરણ લહમતે
  5. નિલેશ લંકા
  6. ધનંજય મુંડે
  7. રામરાજે નિમ્બાલકર
  8. દૌલત દરોડા
  9. મકરંદ પાટીલ
  10. અનુલ બેનકે
  11. સુનિલ ટીંગરે
  12. અમોલ મિતકારી
  13. અદિતિ તટકરે
  14. શેખર નિકમ
  15. નિલય નાઈક
  16. અશોક પવાર
  17. અનિલ પાટીલ
  18. સરોજ આહિરે

અજિત પવારે 2 મેના રોજ NCP છોડી દીધી હતી

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એનસીપી નેતા અજિત પવાર રાજભવન પહોંચ્યા છે. તેમની સાથે 17 ધારાસભ્યો છે. ડેપ્યુટી સીએમ પદ માટે અજીતના શપથ લેવાનો મામલો સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. અજિત પવારે 2 મેના રોજ NCP છોડી દીધી હતી. ત્યાર બાદ આજે તેઓ બળવાખોર ધારાસભ્યો સાથે BJPમાં જોડાયા છે. તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM બન્યા છે.

મહારાષ્ટ્રના રાજનીતિમાં મોટો ફેરફાર 

મહારાષ્ટ્રના રાજભવનમાં આજે રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક થી 2 કલાકની મિટિંગમાં અંદરા- અંદર આ અચાનક ફેસલો લેવામાં નથી આવ્યો તેવું લાગી રહ્યું. શપથ લેવા મુદે પહેલાથી તૈયારી કરવામાં આવી હોય એવું જોવા મળી રહ્યું છે. રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સરકારમાં તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. તેમની સાથે પાર્ટીના 17 ધારાસભ્યો પણ છે. તેમાંથી ઘણા ધારાસભ્યોને પદના શપથ લેવડાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો :દિલ્હીમાં મંદિર-દરગાહ તોડવા પર BJPએ કેજરીવાલ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

Back to top button