લોકસભામાં સુરક્ષાની ચૂકમાંથી મહારાષ્ટ્રે શીખ્યો પાઠ!
- લોકસભાની સુરક્ષામાં ચૂકના કારણે મહારાષ્ટ્ર સરકાર સતર્ક થઈ
- કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણની માંગ પર સ્પીકરે ધારાસભ્યને મળતા પાસમાં ઘટાડો કર્યો
મુંબઈ, 13 ડિસેમ્બર: આજે સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષે વિધાનસભાની સુરક્ષા વધુ કડક કરવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે શિંદે સરકાર પાસે માંગ કરી હતી કે લોકસભાની સુરક્ષામાં જે રીતે ક્ષતિઓ થઈ છે, એ જોતા મહારાષ્ટ્ર વિધાનસભામાં આવી સ્થિતિ ન બને તે માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષાની ખામીઓ ટાળવા માટે પાસની ફાળવણી ઘટાડવી જોઈએ. તેમણે કહ્યું કે સ્પીકરે તેમની માંગ પર ધ્યાન આપવું જોઈએ.
સ્પીકરે તેમની માંગ પર ધ્યાન આપ્યું: હવે મહારાષ્ટ્રમાં ધારાસભ્ય દીઠ માત્ર બે પાસ જ મળશે
લોકસભામાં આજે જે સુરક્ષામાં ચૂક થઈ તેને લઈને પૃથ્વીરાજ ચૌહાણે લોકસભા પર થયેલા હુમલાને 22 વર્ષ અગાઉ થયેલા હુમલા સાથે કંઈ સબંધ નથી ને તેની તપાસની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસની સંખ્યા ઓછી કરવાની માંગ કરી હતી. જે માંગને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તરત જ સ્વીકારી હતી. હવે ધારાસભ્ય દીઠ માત્ર બે પાસ જ આપવાનો નિર્યણ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લેવામાં આવ્યો છે.
લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ગૃહમાં કૂદી પડ્યા
આજે (13 ડિસેમ્બરે) લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો ગૃહની અંદર કૂદી પડ્યા હતા અને કલર ગેસ છોડ્યા હતા, જેના પછી કાર્યવાહી અચાનક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. બનાવની જાણ થતાં જ બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકસભા પોતાના સ્તરે તપાસ કરી રહી છે અને દિલ્હી પોલીસને પણ આ સંબંધમાં સૂચના આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ગૃહમાં જે કલર ગેસ છોડ્યો હતો તે સામાન્ય હતો અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ પણ વાંચો: BREAKING NEWS : લોકસભામાં પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા, જોખમ જણાતા સંસદ સ્થગિત