ટ્રેન્ડિંગનેશનલ

વરરાજાનો CIBIL સ્કોર ખરાબ હોવાના કારણે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, પરિવારે સંબંધ તોડી નાખ્યો

Text To Speech

મહારાષ્ટ્ર, 10 ફેબ્રુઆરી 2025: મહારાષ્ટ્રના મુર્તિજાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નની વાત લગભગ ફિક્સ થઈ ગઈ હતી. એટલા માટે લગ્ન તૂટી ગયા. કેમ કે વરરાજાનો CIBIL સ્કોર ઓછો હતો. આ ઘટના એ સાબિત કરે છે કે જેવી રીતે બેન્ક લોન આપતા પહેલા વ્યક્તિની નાણાકીય સ્થિતિ ચેક કરે છે, તેવી જ રીતે પરિવારે પણ પોતાની દીકરી માટે વરરાજાનું આર્થિક બેકગ્રાઉન્ડ ચેક કરવા લાગ્યા છે.

હકીકતમાં જોઈએ તો, મુર્તિજાપુરના બે પરિવારોની વચ્ચે લગ્નની વાત લાંબા સમયથી ચાલી રહી હતી. છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરી ચુક્યા હતા અને બંને પરિવાર લગ્નની બાકીની ઔપચારિકતાને લઈને પણ સહમત હતા. જેવું લગ્નની વાત નક્કી થવાની હતી કે છોકરીના મામાએ અચાનક છોકરાનો સિબિલ સ્કોર જોવાની માગ કરી.

ખરાબ સિબિલ સ્કોર જોતા છોકરીના પરિવારે સંબંધ તોડી નાખ્યો

જ્યારે વરરાજાનો સિબિલ સ્કોર ચેક કર્યો, તો ચોંકી ગયા. રિપોર્ટમાં સામે આવ્યું કે, છોકરાએ કેટલીય બેન્કોમાંથી લોન લીધી હતી અને તેની આર્થિક સ્થિતિ મજબૂત નથી. આ જોતા છોકરીના મામા અને પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી. છોકરીના મામાનું કહેવું હતું કે, જો છોકરો પહેલાથી જ દેવામાં ડૂબેલો છે, તો અમારી દીકરીનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે.

પહેલાના લગ્નમાં ગત્ર, કુંડળી, નોકરી અને સામાજિક સ્થિતિ જેવા પેરામીટર લાગૂ પડતા હતા. પણ હવે નાણાકીય સ્થિતિ અને સિબિલ સ્કોર પણ એક મહત્વનું પાસું બની ગયું છે. આ ઘટના એ વાતનો પ્રમાણ આપે છે કે આજના સમયમાં ફ્ક્ત નોકરી કે કમાણી જ નહીં પણ વ્યક્તિની આર્થિક મેનેજમેન્ટની ક્ષમતાને પણ ચકાસવામાં આવે છે.

આ પણ વાંચો: થોડી તો રહેમ કરો બહેન! આ યુવતીએ બનાવી પાણીપુરી બિરયાની,ડિશ જોઈ લોકોએ માથું પકડી લીધું

Back to top button