મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, 26/11 હુમલાના શહીદ તુકારામ ઓંબલેનું સ્મારક બનશે


મુંબઈ, 29 માર્ચ : મહારાષ્ટ્ર સરકારે 26/11ના આતંકી હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેના સન્માનમાં સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ સ્મારક સતારા જિલ્લામાં તેમના મૂળ ગામ કેદામ્બેમાં બનાવવામાં આવશે, જ્યાં તુકારામ ઓમ્બલેનો જન્મ થયો હતો.
મહારાષ્ટ્ર સરકારે આ સ્મારકના નિર્માણ માટે 13.46 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ મંજુરી બાદ શુક્રવારે જિલ્લા વહીવટી તંત્રને રૂ. 2.70 કરોડની મંજૂર રકમનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સ્મારક તુકારામ ઓમ્બલેની બહાદુરી અને બલિદાનને માન આપવા માટે બનાવવામાં આવશે, જેમણે 26/11ના હુમલા દરમિયાન આતંકવાદીઓ સામે લડતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
Maharashtra government has decided to build a memorial in honour of Ashok Chakra Awardee Tukaram Omble, a sub-inspector in Mumbai police who fell to the bullets during the 26/11 terror attack.
The memorial will be built in Tukaram Omble’s native village, Kedambe, in Satara… pic.twitter.com/0NvwpSufcp
— ANI (@ANI) March 29, 2025
ઓમ્બલેના બલિદાન પર એક નજર
26/11/2008નો એ કાળો દિવસ જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી આવેલા 10 આતંકવાદીઓ દ્વારા લોહિયાળ રમત રમાઈ હતી. આ હુમલામાં અનેક નિર્દોષો માર્યા ગયા હતા. આ આતંકવાદીઓમાં સૌથી ખતરનાક આતંકવાદી અજમલ કસાબ હતો જેણે રક્તપાતની એવી લોહિયાળ રમત રમી કે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. કસાબ એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી હતો જે તે આતંકવાદી હુમલાઓમાં જીવતો પકડાયો હતો.
શહીદ તુકારામની બહાદુરી
આ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી કસાબને જીવતો પકડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે વારંવાર છટકતો રહ્યો હતો. અંતે, તુકારામ ઓમ્બલે, જેઓ મુંબઈ પોલીસમાં આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર તરીકે પોસ્ટેડ હતા, તેમણે માત્ર લાકડીની મદદથી તેને પકડી લીધો. હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ પોલીસના ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને કસાબે પોતે મરી ગયો હોવાનું નાટક કરવાનું શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે તે સમયે તુકારામ ઓમ્બલે પાસે માત્ર લાકડી હતી અને કસાબ પાસે એકે-47 હતી. ઓમ્બલેએ કસાબની બંદૂકની બેરલ પકડી હતી. તે જ સમયે કસાબે ટ્રિગર દબાવ્યું અને ગોળી ઓમ્બલેના પેટ અને આંતરડામાં વાગી હતી. ઓમ્બલે ત્યાં પડ્યા હતા પરંતુ કસાબ વધુ ગોળીઓ ચલાવી ન શકે તે માટે તેણે છેલ્લા શ્વાસ સુધી બેરલ પકડી રાખ્યું હતું.
આ પણ વાંચો :- કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે વધુ 3 FIR નોંધી, 31મી સુધીમાં હાજર થવા આદેશ