ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: બહુમતી હોવાનો શિંદેનો દાવો, કાલે પહોંચશે મુંબઈ

Text To Speech

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં દિવસેને દિવસે અવનવા વળાંક આવી રહ્યા છે. આ બધા વિવાદો વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યએ આવતીકાલે મુંબઈ આવશે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સામે વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટ માટે આવતીકાલે શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે મુંબઈ આવશે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારનો ફ્લોર ટેસ્ટ કરવા જણાવ્યું છે. શિંદેએ કહ્યું, અમારી પાસે બે તૃતીયાંશ એટલે કે 50 લોકો છે. કાલે મુંબઈ પહોંચી જઈશું. અમે ફ્લોર ટેસ્ટ પાસ કરીશું. લોકશાહીમાં, સંખ્યાઓ મહત્વપૂર્ણ છે જે અમારી પાસે છે.

મંદિરની મુલાકાત
શિંદેએ ગુવાહાટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તેમના જૂથના તમામ ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચશે. તેઓ એક અઠવાડિયાથી ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં તેમને સમર્થન આપી રહેલા ધારાસભ્યોના મોટા જૂથ સાથે રોકાયા હતા.

તેમણે મહારાષ્ટ્રના વધુ બે ધારાસભ્યો સાથે વહેલી સવારે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાંચલ પર્વત પર આવેલા મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે આસામના બીજેપી ધારાસભ્ય સુશાંત બોરગોહેન પણ હતા. ગુવાહાટી એરપોર્ટ પર આવ્યા ત્યારથી બોર્ગોહેન બળવાખોર ધારાસભ્યોની સાથે છે.

શિંદેએ કહ્યું કે, હું મહારાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ માટે કામાખ્યા મંદિર ગયો હતો. મેં મા કામાખ્યાના આશીર્વાદ લીધા હતા.” જ્યારે તેમના આગામી પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બળવાખોર ધારાસભ્યએ કહ્યું, “અમે આવતીકાલે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મુંબઈ પાછા આવીશું.”

શિંદેએ એવા સમયે મુંબઈ પરત ફરવાની જાહેરાત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ, જેઓ મુખ્ય પ્રધાન તરીકે પાછા ફરવાના છે, મંગળવારે રાત્રે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. તેમણે રાજ્યપાલને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા વિનંતી કરી, એવો દાવો કર્યો કે ઠાકરેની આગેવાનીવાળી સરકારે શિંદેના જૂથ દ્વારા બળવો કર્યા પછી બહુમતી ગુમાવી દીધી છે.

Back to top button