ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રઃ ડેમુ ટ્રેનના 5 ડબ્બામાં લાગી આગ, જાનહાની નહીં

Text To Speech
  • મહારાષ્ટ્રના અહમદનગરમાં પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બાઓમાં લાગી આગ.
  • આગ લાગવાથી ટ્રેનને ભારે નુકસાન, જાનહાની નહીં.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સોમવારે બપોરે નારાયણ દોહો સ્ટેશન નજીક ડીઝલ-ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU) પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની ત્યારે ટ્રેન બીડ જિલ્લાના અષ્ટી સ્ટેશનથી પશ્ચિમ મહારાષ્ટ્રના અહમદનગર તરફ જઈ રહી હતી.

 

ડેમુ ટ્રેનમાં આગ લાગતાં મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા, દુર્ધટના ટળી:

8 કોચવાળી ડેમુ ટ્રેનના 5 કોચમાં બપોરે 3 વાગ્યે અહમદનગર અને નારાયણપુર સ્ટેશન વચ્ચે આગ લાગી હતી. આગના કારણે ટ્રેનને ભારે નુકસાન થયું હોવાના સમાચાર છે. આગના કારણે કોઈ ઈજા કે મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી. જ્યારે આગ લાગી ત્યારે તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા, સળગતા કોચની અંદર કોઈ ફસાયું ન હતું. રેલવે સત્તાવાળાઓ દ્વારા ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા અને આગ કાબુમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશમાં પાયલટોના લાઇસન્સની માન્યતાની મુદત ડબલ કરી દેવામાં આવી

Back to top button